Viral Video/ દીકરીએ પિતાને કહ્યું – મારી મમ્મી સારી નથી, એટલે મને સાવકી મમ્મી લાવી આપો

પિતાને સાવકી માતાને લાવવાનો આગ્રહ શરૂ કર્યો. તે કહે છે કે મારી મમ્મી સારી નથી, એટલે મને નવી મમ્મી જોઈએ છે. પિતાએ પૂછ્યું કે તને કેવી મમ્મી

Videos
સાવકી મમ્મી

નાના બાળકો ક્યારેક તેમના માતા-પિતાથી અજીબો-ગરીબ જીદ કરી બેસે છે. કેટલીકવાર, જો તેમની જીદ પૂરી ન થાય, તો તેઓ માતા-પિતાથી નારાજ પણ થઇ જાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક એક નાની છોકરી જીદ સાંભળીને તમે પણ ચોંકી જશો. હકીકતમાં, જ્યારે તેને ખાવા માટે આઈસ્ક્રીમ ન મળી શકી, ત્યારે તેણે તેના પિતા સાથે એક અનોખી જીદ કરી. જેના વિશે તમે વિચારી પણ નહિ શકો. લખનઉ, યુપીની 4 વર્ષીય ઈશાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.  આ છોકરીએ તેના પિતાને કહ્યું સાવકી મમ્મી લવાનું….

આ પણ વાંચો :આખલા સાથે પંગો લેવો યુવકને પડ્યો ભારે, એવા કર્યા હાલ કે….જુઓ

આ  વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આશરે 3-4 વર્ષની આ છોકરી તેના પિતાને સાવકી માતાને લાવવાનો આગ્રહ શરૂ કર્યો. તે કહે છે કે મારી મમ્મી સારી નથી, એટલે મને નવી મમ્મી જોઈએ છે. પિતાએ પૂછ્યું કે તને કેવી મમ્મી જોઈએ છે, કરિશ્મા કપૂરની જેવી કે કરિના કપૂરની જેવી? આના પર દીકરીએ કરીના જેવી મમ્મીની ડિમાન્ડ કરી હતી. તેને હવે માત્ર સાવકી માતા જોઈએ છે. તેને તેની માતા નથી જોઈતી. આ સાથે, તે તેના પિતાને આગ્રહ કરી રહી છે કે સાવકી માતા બજારમાં મળે, તમને બોલાવો અથવા જાતે જઈને લઈને આવવા કહે છે.

આ પણ વાંચો :એરપોર્ટ પર બિકીની પહેરીને ફ્લાઇટમાં જવા માટે પહોંચી યુવતી, જોઇને લોકો થયા સ્તબ્ધ

ઈશાનીના શબ્દોથી આશ્ચર્યચકિત, જ્યારે તેના પિતાએ પૂછ્યું કે તે મમ્મી સાથે કેમ નથી ગઈ, તો તે કહે છે કે તેને મરવું પસંદ નથી. કારણ કે મરવાથી ઘણું દુ:ખ થાય છે.

આ પણ વાંચો :શાકભાજી વેચવા માટે શાકભાજીવાળાએ અપનાવ્યો આ અનોખ અંદાજ, જુઓ

જો કે, બાળકના પિતાએ તેને તેની માતાને પ્રેમ કરવા અને સાવકી માતાને ન લાવવા માટે અલગ અલગ રીતે સમજાવ્યું. 5 મિનિટથી વધુનો વીડિયો ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહ્યો છે. બાળકીની સુંદર અભિવ્યક્તિ અને સાવકી માતાની વારંવારની માંગ લોકોના ચહેરા પર હાસ્ય લાવી રહી છે. એટલું જ નહીં, ઘણી વખત છોકરી તેના પિતાની વાત સાંભળીને રડવા પણ લાગી હતી. સંપૂર્ણ વીડિયો  જોયા બાદ તમારા ચહેરા પર હસવું રોકી નહીં શકો. નિર્દોષતાથી ભરેલો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો :અંધારાનો ફાયદો ઉપાડીને ઘરમાં ઘુસ્યો ચિત્તો, વીડિયો જોઇને તમારા રૂંવાટા ઊભા થઈ

આ પણ વાંચો : પુર ઝડપે ચલાવી રહી હતી સાયકલ છોકરી, ત્યારે અચાનક સામે આવ્યું કાંગારું પછી…