કૃષિ આંદોલન/ આંદોલનમાં ભાગ લેનાર એક ખેડૃૂતનું મોત, જાણો શું છે કારણ

આજે બુધવારે કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનાં વિરોધનો 14 મો દિવસ છે. દિલ્હીની સિંધૂ, ટિકરી અને ગાઝીપુર સરહદ પર ખેડૂતો ધરણા કરી રહ્યા છે. સિંઘુ બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતનાં મોત થયાનાં સમાચાર મળી રહ્યા છે. મૃતકનું નામ અજય મોર હતું. પ્રાપ્ત માહિતી અનુસાર 32 વર્ષીય અજયનું મૃત્યુ ઠંડી લાગવાથી (hypothermia) થી […]

Top Stories India
corona 136 આંદોલનમાં ભાગ લેનાર એક ખેડૃૂતનું મોત, જાણો શું છે કારણ

આજે બુધવારે કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે ખેડૂતોનાં વિરોધનો 14 મો દિવસ છે. દિલ્હીની સિંધૂ, ટિકરી અને ગાઝીપુર સરહદ પર ખેડૂતો ધરણા કરી રહ્યા છે. સિંઘુ બોર્ડર પર ધરણા પર બેઠેલા ખેડૂતનાં મોત થયાનાં સમાચાર મળી રહ્યા છે. મૃતકનું નામ અજય મોર હતું. પ્રાપ્ત માહિતી અનુસાર 32 વર્ષીય અજયનું મૃત્યુ ઠંડી લાગવાથી (hypothermia) થી થયું હતું. અજયનો મૃતદેહ એક ટ્રેક્ટર ટ્રોલીમાંથી મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અજય આંદોલન દરમિયાન આ ટ્રોલીમાં સૂતો હતો.

corona 137 આંદોલનમાં ભાગ લેનાર એક ખેડૃૂતનું મોત, જાણો શું છે કારણ

અજય મોર સોનીપતનાં ગોહનાનો રહેવાસી હતો. છેલ્લા 10 દિવસથી તે ગામ લોકો સાથે સિંઘુ બોર્ડર પર ધરણા પર બેઠો હતો. અજયનાં પરિવારમાં ત્રણ બાળકો, પત્ની અને વૃદ્ધ માતા-પિતા છે. અજય મોર તેના ગામમાં ખેતી કરતો હતો. તેના મોતની જાણ થતા જ પરિવારમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ઘણા આંદોલનકારી ખેડૂતોનાં તીવ્ર તાવનાં સમાચાર મળ્યા બાદ સોનીપતનાં ડી.એમ.એ તેમનો કોરોનાવાયરસ ટેસ્ટ કરાવવા સુચના આપી હતી.

corona 138 આંદોલનમાં ભાગ લેનાર એક ખેડૃૂતનું મોત, જાણો શું છે કારણ

આપને જણાવી દઇએ કે, દિલ્હીમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે. માંગણીઓ પૂર્ણ ન થવાનાં કારણે ખેડૂતોનું આંદોલન હજુ પણ ચાલુ છે. જેના કારણે ખેડૂતોને રસ્તાઓ પર સૂવાની ફરજ પડી છે. ઘણી સંસ્થાઓ ખેડૂતોની મદદ માટે આગળ આવી છે અને તેમને ઠંડીથી બચાવવા માટે રજાઇ, ગાદલા, ધાબળા વગેરે પ્રદાન કરી રહી છે. ઘણા ખેડૂતો તેઓ પોતાની સાથે લાવેલા ટ્રેક્ટર ટ્રોલી પર સૂઈ રાત ગુજારી રહ્યા છે, જ્યારે કેટલાક જમીન પર ગાદલું મૂકીને સૂઈ રહ્યા છે. ખેડૂતોનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને સરહદ પર આરોગ્ય કેમ્પ પણ ચલાવવામાં આવી રહ્યુ છે.

શહેરમાં કોરોનાનો કહેર, કોરોના વોરિયર્સ પોઝિટિવ આવતા ફફડાટ

કોવિડ સેન્ટરમાં ડ્યુટીનાં આદેશનાં મામલે SC માં થશે સુનાવણી

RBI એ આ સહકારી બેંકનું લાઇસન્સ કર્યું રદ, જાણો જમાકર્તાઓને તેમના નાણાં કેવી રીતે મળશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો