Not Set/ કોરોનાના લીધે મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક ઘટી રહ્યો નથી,24 કલાકમાં 974નાં મોત

કોરોનાન લીધે 974નાં મોત

India
coro કોરોનાના લીધે મહારાષ્ટ્રમાં મૃત્યુઆંક ઘટી રહ્યો નથી,24 કલાકમાં 974નાં મોત

કોરોના સંક્રમણની બીજી લહેર અતિ ઘાતક છે જેના લીધે મૃત્યુઆંક વધી રહ્યો છે. કોરોના કેસોમાં સામે રિકવરી કેસો વધ્યા છે પરતું કોરોનાથી મોતનો સિલસિલો યથાવત રીતે ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાનીસ્થિતિ અતિ ભયાનક છે રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક ઘટી રહ્યું નથી જે ચિંતાજનક બાબત છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના મોતના આંકડા વધી રહ્યા છે. આજે કોરોના વાયરસથી 974 લોકોના મોત થયા છે. નવા કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે પરતું  રાજ્યમાં મોતના આંકડા વધી રહ્યા છે જે ચિતાજનક બાબત છે.

રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા સંક્રમણના કેસો 34,339 નોધાયા છે જ્યારે 59,319 લોકોએ કોરોનાને માત આપીને સાજા થયા છે. નવા કેસોની સામે રિકવરીના કેસો વધ્યા છે જેના લીધે એકટિવ કેસોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. કુલ કેસોની સંખ્યા 5378452 થયા છે.

રાજ્યમાં હાલમાં એકટિવ કેસોની સંખ્યા 468109 થઇ ગયા છે.આરોગ્યના આંકડા મુજબ રાજ્યમાં કુલ કોરોનાથી મોતની સંખ્યા 81,486થઇ ગઇ છે જ્યારે કોરોનાથી મરનારી સંખ્યા છેલ્લા 24 કલાકમાં 974 છે.