ગાંધીનગર/ રાજ્યમાં શાળાઓ ફરી ખોલવા અંગે આજે લેવાઇ શકે છે નિર્ણય

દેશમાં કોરોનાનાં કેસમાં ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે. જે લોકો માટે રાહતની વાત છે. વળી રાજ્યમાં પણ કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. જણાવી દઇએ કે, મહામારીનાં કારણે છેલ્લા 2 વર્ષથી શાળાઓનું વર્ગ શિક્ષણ બંધ છે.

Top Stories Gujarat Others
11 2022 01 31T104112.139 રાજ્યમાં શાળાઓ ફરી ખોલવા અંગે આજે લેવાઇ શકે છે નિર્ણય
  • રાજ્યમાં કોરોના ના કારણે ધોરણ 1 થી 9 ની શાળાઓનું વર્ગ શિક્ષણ બંધ કરવાનો મામલો….
  • ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવી કે નહીં તેના પર લેવાશે આજે નિર્ણય…..
  • રાજ્યમાં 1 થી 9 ની શાળાઓમા કોરોના કેસ વધતા 31 જાન્યુઆરી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું….
  • રાજ્યમાં કોરોના કેસમા સતત ઘટડા બાદ ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવા સંદર્ભે આજે લેવાશે નિર્ણય….
  • શિક્ષણ મંત્રી ની અધ્યક્ષતામાં મળશે આજે બેઠક….
  • મુખ્યમંત્રી ની હાજરીમાં મળતી કોર કમિટી ની બેઠક બાદ લેવાશે નિર્ણય….

દેશમાં કોરોનાનાં કેસમાં ધીમે ધીમે ઘટાડો થઇ રહ્યો છે. જે લોકો માટે રાહતની વાત છે. વળી રાજ્યમાં પણ કોરોનાનાં કેસ ઘટી રહ્યા છે. જણાવી દઇએ કે, મહામારીનાં કારણે છેલ્લા 2 વર્ષથી શાળાઓનું વર્ગ શિક્ષણ બંધ છે. જો કે હવે રાજ્યમાં ઘટતા કેસને ધ્યાનમાં રાખી આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતા અને મુખ્યમંત્રીની હાજરીમાં કોર કમિટીની બેઠક યોજાશે, જેમા શાળા ખોલવા અંગે નિર્ણય લેવાઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.09 લાખ કોરોનાનાં કેસ નોંધાયા, સતત ત્રીજા દિવસે મૃત્યુઆંકમાં વધારો

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીનાં કારણે ઓફલાઇન ક્લાસ એટલે કે શાળાઓ બંધ છે. કોરોના મહામારીથી બચવા માટે બાળકોનાં આ સમયગાળા દરમિયાન ઓનલાઇન ક્લાસ લેવામાં આવી રહ્યા છે. જો કે હવે રાજ્યમાં કોરોનાનાં કેસમાં ઘટાડો થતા ઓનલાઇન ક્લાસ બંધ કરી ઓફલાઇન ક્લાસ શરૂ કરવાની દિશા તરફ સરકાર આજે નિર્ણય લઇ શકે છે. આજે રાજ્યનાં શિક્ષણ મંત્રીની અધ્યક્ષતા અને મુખ્યમંત્રીની હાજરીમાં કોર કમિટીની બેઠક મળવા જઇ રહી છે. જેમા ધોરણ 1 થી 9 ની શાળાઓ પુનઃ ખોલવા અંગે મોટો નિર્ણયે લેવાઇ શકે છે. થોડા સમય પહેલા રાજ્યમાં કોરોનાનાં કેસ ઘટતા ધોરણ ક્લાસ શરૂ કરી દેવાયા હતા પરંતુ અચાનક દૈનિક કેસમાં વધારો થતા રાજ્ય સરકારે 31 મી જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જો કે આ ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે ત્યારે ક્લાસમાં ફરી શિક્ષણ શરૂ કરવા મુદ્દ આજે નિર્ણય લેવાશે.

આ પણ વાંચો – અકસ્માત / વલસાડમાં ગમખ્વાર અકસ્માત કાર ટેમ્પો સાથે અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે મોત એકની હાલત ગંભીર

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 1 થી 9 ની શાળાઓમાં કોરોનાનાં કેસ વધતા 31 જાન્યુઆરી સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. આ મુદત આજે પૂરી થઈ ગઈ છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાનાં કેસમાં સતત ઘટાડો થતા ધોરણ 1 થી ધોરણ 9નાં ક્લાસ ફરી શરૂ કરવા ખાનગી શાળા સંચાલકો ભારે દબાણ કરી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ રજૂઆત પણ કરી છે. આ રજૂઆતનાં પગલે  ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવા સંદર્ભે આજે શિક્ષણ મંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  હાજરીમાં મળતી કોર કમિટીની બેઠક બાદ ધોરણ 1 થી ધોરણ 9નાં ક્લાસ ફરી શરૂ કરવા કે નહીં તે મુદ્દે નિર્ણય લેવાશે.