Indo-US 2 + 2 Dialogue/ અમેરિકા અને ભારતના સંરક્ષણ પ્રધાનો વચ્ચે થઇ મુલાકાત,હિંદ-પ્રશાત મહાસાગરમાં ચીનને સંયુક્ત રીતે રોકવાનું કામ કરશે

પહેલા રાજનાથ સિંહ વોશિંગ્ટનમાં લોયડ ઓસ્ટિનને મળ્યા હતા. આ દરમિયાન બંને મંત્રીઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા અને સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરી

Top Stories India
7 17 અમેરિકા અને ભારતના સંરક્ષણ પ્રધાનો વચ્ચે થઇ મુલાકાત,હિંદ-પ્રશાત મહાસાગરમાં ચીનને સંયુક્ત રીતે રોકવાનું કામ કરશે

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને વિદેશ પ્રધાન એસ જયશંકર 2+2 વાટાઘાટો માટે 5 દિવસની યુએસ મુલાકાતે છે. બંને મંત્રીઓએ સોમવારે યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ દરમિયાન સંરક્ષણ સહયોગ સાથેના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

પહેલા રાજનાથ સિંહ વોશિંગ્ટનમાં લોયડ ઓસ્ટિનને મળ્યા હતા. આ દરમિયાન બંને મંત્રીઓએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા અને સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા પર ચર્ચા કરી. ઓસ્ટીને હિંદ પ્રશાંત મહાસાગરમાં ચીન દ્વારા કરવામાં આવી રહેલી દખલગીરી અંગે ભારતને સંપૂર્ણ મદદની ખાતરી પણ આપી હતી.રાજનાથ સિંહ વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પણ મળ્યા હતા

બીજી તરફ વિદેશ મંત્રી એસ જયશંકર પણ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનને મળ્યા હતા. આ દરમિયાન બંને દેશોની આયાત-નિકાસ, વૈશ્વિક સુરક્ષા, જળવાયુ પરિવર્તન અને કોરોના જેવા અનેક મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવા પર ચર્ચા થઈ હતી.આ 2+2 મંત્રણા ક્વાડ (QUAD) જૂથ હેઠળ કરવામાં આવી છે. બ્લિંકને ભારત-યુએસ 2+2 સંવાદને વૈશ્વિક બાબતોમાં એક વળાંક ગણાવ્યો હતો.

કોરોના સમયે અમેરિકી સરકારે અમને ઘણો સહયોગ આપ્યો હતો. અમે તેમનો આભાર માનીએ છીએ. ભારત અને અમેરિકા વચ્ચે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે. સિંહે અમેરિકન કંપનીઓને સંરક્ષણ, એરોસ્પેસ અને મેક ફોર ઈન્ડિયા વર્લ્ડ પ્રોગ્રામ માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. LEMOA (લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ) હેઠળ અમે સાયબર ડિફેન્સમાં સહયોગ અંગે પણ વાત કરી છે.