Not Set/ સુરતની બસોમાં દિવ્યાંગો હવેવિનામૂલ્યે મુસાફરી કરી શકશે

આ રાહત મેળવવા માટે નિયત કરવામાં આવેલ દિવ્યાંગતાના કાર્ડ , જરૂરી આધાર પુરાવા ઓ તથા સિવિલ હોસ્પિટલના અધિકૃત કરવામાં આવેલા અધિકારીનું 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવા જોઈએ

Gujarat Surat
Untitled 228 સુરતની બસોમાં દિવ્યાંગો હવેવિનામૂલ્યે મુસાફરી કરી શકશે

સુરતમાં શહેરમાં  વધુમાં વધુ લાભ થાય તે માટે મહાનગર પાલિકા દ્વારા મની કાર્ડ પણ આપવામાં આવ્યો છે.  જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત વિવિધ 21 કેટેગરીના વિદ્યાર્થીઓને દિવ્યાંગ મુસાફરો કે જે 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેવા મુસાફરોને 100 ટકા રાહત આપવામાં આવશે.

આ પણ વાંચો : લગ્નનો વાયદો કરી કોન્સ્ટેબલે મહિલા પોલીસકર્મી સાથે અલગ-અલગ જગ્યાએ આચર્યું દુષ્કર્મ

સુરત મહાનગર પાલિકા દ્વારા સુરત સિટીલિંક લિમિટેડ બોર્ડની મીટિંગમાં બસ સેવામાં દિવ્યાંગ મુસાફરો કે જે 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને મુસાફરીમાં સો ટકા રાહત આપવાનું નક્કી કરવામાં આવી છે અને તાકીદના ધોરણે લાભાર્થીઓને આ રાહત પ્રાપ્ત થાય તે માટે જરૂરી પ્રક્રિયા હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :સુરત /  દારૂના નશામાં એક યુવક રેલ્વેના ટ્રેક પર સુઈ ગયો, પછી જે થયું..

આ રાહત મેળવવા માટે નિયત કરવામાં આવેલ દિવ્યાંગતાના કાર્ડ , જરૂરી આધાર પુરાવા ઓ તથા સિવિલ હોસ્પિટલના અધિકૃત કરવામાં આવેલા અધિકારીનું 40 ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોવાનું સર્ટિફિકેટ અથવા તો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા નિયત કરવામાં આવેલ ઓળખ કાર્ડ રજુ કરવાનું રહેશે.

આ પણ વાંચો :Technical Fault / એક અઠવાડિયામાં બીજી વખત Instagram અને Facebook થયુ ડાઉન