surat news/ સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરે જ ડોક્ટર સાથે કરી પાંચ કરોડની ઠગાઈ

સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર અને તેના મિત્રોએ એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરી સારા પેસા કમાવવાની લાલચે પાંચ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે…ઠગાઈ કરનાર ડોક્ટર પણ સ્મીમેર હોસ્પિટલમાં જ ફરજ બજાવતો હતો..

Gujarat Surat Breaking News
Beginners guide to 11 1 સ્મિમેર હોસ્પિટલના ડોક્ટરે જ ડોક્ટર સાથે કરી પાંચ કરોડની ઠગાઈ

@દિવ્યેશ પરમાર

Surat News: સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના ડોક્ટર અને તેના મિત્રોએ એમ્બ્યુલન્સમાં ભાગીદારી કરી સારા પેસા કમાવવાની લાલચે પાંચ કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.ઠગાઈ કરનાર ડોક્ટર પણ સ્મીમેર હોસ્પિટલમાં જ ફરજ બજાવતો હતો…હાલ તો સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચ પોલીસમાં ઠગાઈનો ભોગ બનેલ ડોકટરોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરતના અલથાણ ભીમરાડ કેનાલ રોડ પર આવેલા આકાશ એપાર્ટમેન્ટમાં રહેતા કપિલ કુમાર અરવિંદ સહાણે સહારા દરવાજા ખાતે આવેલી હોસ્પિટલમાં બાયો કેમેસ્ટ્રી વિભાગમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઓગસ્ટ 2021 માં તેમની સાથે જ હોસ્પિટલમાં ટીચર તરીકે ફરજ બજાવતા ડોક્ટર હાર્દિક રમેશ પટવા સાથે બેઠા હતા.

તે સમયે હાર્દિક પટવાએ કહ્યું હતું કે , હું મારા બે ભાગીદારો હેમંત પરમાર અને મયુર વાલ્મિકી ગોસ્વામી સાથે મળી એમ્બ્યુલન્સ અલગ અલગ જગ્યાએ ભાડેથી આપી સારો નફો કમાઉ છું અને તમારે જો અમારી સાથે ધંધો કરવો હોય તો હું તમને 50% નફો આપીશ અને બાકીના 50% અમે રાખી લેશું…આ સાથે તેને કહ્યું કે , અમે સનસાઈ એમ્બ્યુલન્સ સર્વિસ અને યગ્સ સર્વિસના નામથી ધંધો કરીએ છીએ. અને એક જે.એસ.ડબલ્યુ સ્ટીલ કંપની લિમિટેડનો સર્વિસ ઓર્ડર પણ બતાવ્યો હતો અને અમે આઠ એમ્બ્યુલન્સ આ કંપનીને આપી છે તેમ કહ્યું હતું અને જો દર્દીને ગુજરાતની બહાર લઈ જવાના હોય તો એક ટ્રીપના એક લાખ રૂપિયા મળતા હોવાની પણ ડોક્ટર કપિલને લાલચ આપી હતી..જેથી ડોક્ટર કપિલે પોતાના બીજા તબીબ મિત્ર કેયુર પ્રજાપતિને આ એમ્બ્યુલન્સના ધંધા વિશે વાત કરી હતી અને બીજા મિત્રોને પણ આ વાતથી માહિતગાર કર્યા હતા. હાર્દિક પટવા સાથે ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર પ્રજાપતિએ મીટીંગ કરી હતી ત્યારે પણ હાર્દિક અને તેના ભાગીદારોએ મોટી મોટી વાત કરી માત્ર 8 એમ્બ્યુલન્સમાં જ 3.46 કરોડનો નફો મળશે તેવી વાત કરી લાલચમાં ઉતારી દીધા હતા.

ડોક્ટર કપિલ અને ડોક્ટર કેયુર અને તેમના બીજા 10 લોકો મળી કુલ 13 જણાએ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાની તૈયારી બતાવી હતી..ત્યારે ડોક્ટર હાર્દિક પટવા અને તેના બે ભાગીદાર હેમંત પરમાર અને મયુર ગોસ્વામી એ ભેગા મળી એમ્બ્યુલન્સ ખરીદવા અને તેને કોન્ટ્રાક્ટ પર અલગ અલગ જગ્યાએ મૂકવા માટેના કુલ 5.24 કરોડ રૂપિયા લઈ લીધા બાદ ત્રણેય જણાએ હાથ ઊંચા કરી દીધા હતા અને આ રૂપિયા એમ્બ્યુલન્સના ધંધામાં નહીં રોકી તેનો અંગત ઉપયોગ કરી ઠગાઈ કરી હતી.

એમ્બ્યુલન્સમાં ધંધામાં રોકાણના નામે રૂપિયા પડાવી લેનાર ડોક્ટર હાર્દિક પટવા એ પોતે સાચો છે તે બતાવવા માટે ડોક્ટર કપિલને એમ્બ્યુલન્સના કોન્ટ્રાક્ટ થયો હોવાના બનાવટી ઓર્ડર પણ આપ્યા હતા. જોકે હાર્દિક પટવા એ ક્રિપ્ટો કરન્સીમાં રૂપિયા 12 કરોડ ગુમાવ્યા હતા. જેના કારણે તેને ડોક્ટર કપિલ અને તેના મિત્રોને લાલચમાં ઉતારી પૈસા પડાવ્યા હતા.

હાર્દિક પટવાએ પછી સ્મીમેર હોસ્પિટલની નોકરી પણ છોડી દીધી હતી અને મોબાઈલ ફોન બંધ કરી ઘર છોડી નાસી છૂટ્યો હતો. સમગ્ર મામલે ડોક્ટર કપિલ અને તેના મિત્રોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતાં તેમને શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચ પોલીસે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત

આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ

આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ