તબાહી/ ગ્લોબલ વોર્મિંગની અસરો દુનિયાના દરેક વિસ્તારોમાં સર્જી રહી છે ‘તારાજી’

ગ્લોબલ વોર્મિંગની અસરો દુનિયાના દરેક વિસ્તારોમાં જોવા મળે છે. પછી તે હિમાલયના ગ્લેશિયર હોય કે પછી અમેરીકા અને જર્મીનીમાં આવેલું બરફનું તોફાન. હાલમાં જર્મનીમાં ડાર્સી બર્ફિલા તોફાને આતંક મચાવ્યો છે

Top Stories World Trending
chamoli germany ગ્લોબલ વોર્મિંગની અસરો દુનિયાના દરેક વિસ્તારોમાં સર્જી રહી છે 'તારાજી'

ગ્લોબલ વોર્મિંગની અસરો દુનિયાના દરેક વિસ્તારોમાં જોવા મળે છે. પછી તે હિમાલયના ગ્લેશિયર હોય કે પછી અમેરીકા અને જર્મીનીમાં આવેલું બરફનું તોફાન. હાલમાં જર્મનીમાં ડાર્સી બર્ફિલા તોફાને આતંક મચાવ્યો છે. રસ્તાઓ પર ત્રણ મીટર સુધી બરફના થર જામી ચૂકયા છે. અને તાપમાન માઇનસમાં પહોચી ગયું છે. માનવામાં આવી રહયુ છે કે આવુ પહેલીવાર થઇ રહયુ છે કે યુરોપીયન દેશોમાં આ વખતે સમય કરતાં વહેલાં ઠંડીની સિઝન શરૂ થઇ ચૂકી છે. અને તે ફેબ્રુઆરીના અંત સુધી રહી શકે છે. તો અમેરીકાના ન્યુજર્સીમાં હિમવર્ષાનો છેલ્લા ૧૧૨ વર્ષનો રેકોર્ડ તૂટી શકે છે. અમેરીકાના કેટલાક વિસ્તારોમાં ૩પ ઇંચ સુધી બરફવર્ષા થઇ ચૂકી છે. અને હજુ બરફવર્ષા થવાના સંકેત છે. જેને લીધે યુરોપીયન દેશોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. કેવો છે સફેદસંકટનો આતંક આવો જાણીઓ…

માત્ર જર્મનીજ નહી સમગ્ર યુરોપમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.,અલ્પાઈન વિસ્તારમાં બરફનું તોફાન આવવાથી યુરોપના લગભગ 30 જેટલા દેશોને અસર થઈ છે. આ તમામ દેશોના શહેરો મોટા મોટા બરફના થર જામી ગયા છે. જેમાં ભારે હિમવર્ષાને કારણે સૌથી વધુ ખરાબ સ્થિતિ જર્મની, ઓસ્ટ્રીયા, હંગેરી, નોર્વે, સ્વિડન, ગ્રીસ, નેધરલેન્ડમાં છે.,અનેક શહેરોમાં 4થી 8 ફૂટ જેટલો બરફ જામી ગયો છે.,અને 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

Image result for Blizzard in germany

રસ્તા પરથી બરફ સાફ કરતાં વાહનો, અને બરફની ચાદર પર આગળ વધવાનો પ્રયાસ કરતાં વાહનચાલકો ભારે હિમવર્ષાએ જનજીવનને જાણે કે બ્રેક મારી દીધી છે. જર્મનીનો મોટાભાગનો વિસ્તાર ભયંકર હિમવર્ષાનો સામનો કરી રહયા છે. કેટલાય મકાનોની આગળ બરફના થર જામ્યા છે. તો બરફના થરની નિચે કેટલીય કાર દબાયેલી છે. રસ્તાઓની બંને બાજુ પર બરફના ખડકલા થઇ ગયા છે. જાણે કે બરફના પહાડ રચાઇ ગયા છે.

જર્મનીમાં આવેલા શક્તિશાળી બરફના વાવાઝોડાને લીધે અનેક સ્થળો પર ચારફૂટથી વધારે બરફની પરત છવાઇ ગઇ છે. હિમવર્ષાને લીધે હાલ અનેક લોકો એલર્ટની સ્થિતીમાં આવી ગયા છે. અને તેમાંય ખાસ કરીને ઉત્તરપુર્વના રાજયોમાં સફેદસંકટ છવાઇ ગયુ છે. તો બીજી તરફ બરફની ચાદરના સુંદર દ્રશ્યો પણ જોવા મળી રહયા છે. ચાલુ બરફવર્ષા વચ્ચે રસ્તા પરથી ધીમે ધીમે કારો પસાર થઇ રહી છે. તો રસ્તાની બંને બાજુ કેટલાય ખોટવાયેલા વાહનો નજરે પડી રહયા છે. રસ્તા પર બરફ જામવાને લીધે લપસી ગયેલા વાહનો ડિવાડર સાથે ભટકાયેલા જોવા મળે છે. તો રહેણાંક વિસ્તારોમાં આવેલી ઇમારતોની છત પર બરફની સફેદ ચાદર છવાઇ ગઇ છે. રસ્તા હોય કે મકાનની છત, જયાં જૂઓ ત્યાં બરફ નજરે પડી રહયો છે. બરફના ખડકલા વચ્ચે જોવાતા રસ્તાઓ પર વાહનોની અવરજવર ઘટી ગઇ છે. મોટા ભાગના લોકો મકાનોમાં બંધ થવા માટે મજબૂર બન્યા છે.

Image result for Blizzard in germany

કેટલાક સ્થળો પર રસ્તાની બંને બાજુએ માલવાહક ટ્રકની કતારો સર્જાઇ છે. તો શહેરમાં પણ બરફના લીધે અકસ્માત થયેલા જોવા મળી રહયા છે. બંધ રસ્તાઓને ખોલવા માટે વાહનો મારફતે બરફ હટાવવામાં આવી રહયો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા અનેક સ્થળો પર રેસક્યું ઓપરેશન પણ ચાલી રહયા છે. ભારે બરફવર્ષાને લીધે લગભગ વાહનવ્યવહાર જાણે કે ઠપ્પ થઇ ગયો છે. જર્મનીમાં મોટાભાગની કારો બરફની ચાદરથી ઢંકાઇ ગઇ છે. તો વૃક્ષોની ડાળીઓ પર પણ બરફ લપેટાયો છે. સતત ચાલી રહેલી હિમવર્ષાને પગલે કેટલાય વિસ્તારો જાણે કે સુમસામ બની ગયા છે. વધતી હિમવર્ષાને પગલે અહી ઠંડીનું પ્રમાણ પણ વધી રહયુ છે.જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થઇ રહયુ છે. સુસવાટા સાથે આવી રહેલા ઠંડા પવનોને લીધે ઠંડીનું પ્રમાણ માઇનસમાં પહોચ્યુ છે.

ભારે હિમવર્ષાને લીધે રસ્તાઓ પર અનેક વાહનો અટવાઇ પડ્યા છે. તો રસ્તાની બંને બાજુઓ પર બરફના જાણેકે પહાડ જામી ગયા છે. મોટાભાગના વિસ્તારોમાં લગભગ ચારથી પાંચ ફૂટ સુધી બરફ જામ્યો છે. ભારે હિમવર્ષાને પગલે રસ્તાઓ પર બરફના થર જામી જતાં લોકોને ચાલવામાં પણ મુશ્કેલીઓ થઇ રહી છે. તો એકલ દોકલ ટુ વ્હીલર સાથે પસાર થતાં વાહનચાલકોને પણ મુશ્કેલીઓ થઇ રહી છે.
માનવામાં આવી રહયુ છે કે, છેલ્લા એક દાયકામાં આ વખતે સૌથી વધારે હિમવર્ષા થઇ છે. જેણે લોકોની મુસીબત વધારી દીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…