લોકસભા/ લોકસભાનું આઠમું સત્ર 31 જાન્યુઆરી શરૂ થશે, સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

.રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 31 જાન્યુઆરીની સવારે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ને એક સાથે સંબોધિત કરશે

Top Stories India
6 15 લોકસભાનું આઠમું સત્ર 31 જાન્યુઆરી શરૂ થશે, સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે

લોકસભા સચિવાલયે 17મી લોકસભાના આઠમા સત્રના સમયપત્રક અને અવધિની જાહેરાત કરી છે. આ સંદર્ભે શુક્રવારે જારી કરાયેલા એક નિવેદન અનુસાર, લોકસભાનું આઠમું સત્ર 31 જાન્યુઆરી, 2022થી શરૂ થશે. 8મી એપ્રિલે પૂર્ણ થવાની શક્યતા છે.રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ 31 જાન્યુઆરીની સવારે સંસદના બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ને એક સાથે સંબોધિત કરશે, એમ રિલીઝમાં જણાવાયું છે. આ સિવાય કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ રજૂ કરવામાં આવશે.

સ્થાયી સમિતિઓને મંત્રાલયો,વિભાગોની માંગણીઓ પર વિચારણા કરવા અને તેમના અહેવાલો તૈયાર કરવા માટે સમય આપવા માટે, ગૃહ 11 ફેબ્રુઆરીએ સ્થગિત કરવામાં આવશે અને 14 માર્ચે ફરીથી યોજાશે.

5 15 લોકસભાનું આઠમું સત્ર 31 જાન્યુઆરી શરૂ થશે, સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે