IND vs SA/ ભારત અને દ.આફ્રિકા વચ્ચે T20 ક્રિકેટમાં બંને ટીમનો રેકોર્ડ શું છે?

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ T20 શ્રેણીની પ્રથમ મેચ 10 ડિસેમ્બરે રમાશે. T20 ક્રિકેટમાં ભારતનો હાથ ઉપર છે.

Top Stories Sports
YouTube Thumbnail 2023 12 10T103555.534 ભારત અને દ.આફ્રિકા વચ્ચે T20 ક્રિકેટમાં બંને ટીમનો રેકોર્ડ શું છે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ આજે ડિસેમ્બરે રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારતીય ટીમે હાલમાં જ ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે T20 શ્રેણીમાં હરાવીને વાપસી કરી છે.

એવામાં ભારતીય ટીમનું મનોબળ ઘણું ઊંચું છે. T20 ક્રિકેટની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા પર દબદબો રહ્યો છે. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં રમી હોય કે બહાર. ભારતે મોટાભાગની મેચો જીતી છે.

T20 ક્રિકેટમાં બંને ટીમોના આંકડા

ભારતીય ટીમ હંમેશા T20 ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા પર હાવી રહ્યું છે. આ બંને ટીમો T20 ક્રિકેટમાં અત્યાર સુધી 24 વખત સામસામે આવી ચુકી છે. આ દરમિયાન ભારતીય ટીમે 13 મેચ જીતી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ 10 મેચ જીતી છે. આ સિવાય એક મેચ અનિર્ણિત રહી હતી.

જો દક્ષિણ આફ્રિકાની ધરતી પર બંને ટીમોના રેકોર્ડની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકામાં બંને ટીમો વચ્ચે 7 T20 મેચ રમાઈ છે. જેમાંથી ભારતીય ટીમે 5 મેચ જીતી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 2 મેચ જીતી શકી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ટી-20 ક્રિકેટમાં દક્ષિણ આફ્રિકા પર હાવી દેખાઈ રહી છે.

દ.આફ્રિકામાં બંને ટીમો વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાશે

દ.આફ્રિકા પ્રવાસની શરૂઆત ટી-20 સીરિઝથી થશે. પ્રથમ મેચ 10 ડિસેમ્બર, બીજી 12 અને ત્રીજી T20 મેચ 14 ડિસેમ્બરે રમાશે. આ સીરિઝમાં ફરી એકવાર ધ્યાન ભારતીય ટીમના યુવા ખેલાડીઓ પર રહેશે.

યુવા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે બેટિંગથી લઈને બોલિંગ સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 મેચની T20 શ્રેણીમાં 4-1થી હરાવ્યું હતું. આ શ્રેણીમાં રિંકુ સિંહ, રુતુરાજ અને યશસ્વી જયસ્વાલ જેવા ખેલાડીઓએ ખૂબ પ્રભાવિત કર્યા હતા.


આ પણ વાંચો:

આ  પણ વાંચો:

આ પણ વાંચો: