ગુજરાત/ GCAS પોર્ટલ ખાનગી યુનિવર્સિટીઓ માટે બન્યું લાભનું કેન્દ્ર, વિદ્યાર્થીઓ ઊંચી ફી આપવા મજબૂર

વિદ્યાર્થીઓ એડમિશન માટે ફાંફા ના માટે આ વર્ષથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS)સુવિધા શરૂ કરવામાં આવી

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 27T151611.614 GCAS પોર્ટલ ખાનગી યુનિવર્સિટીઓ માટે બન્યું લાભનું કેન્દ્ર, વિદ્યાર્થીઓ ઊંચી ફી આપવા મજબૂર

વિદ્યાર્થીઓ એડમિશન માટે ફાંફા ના માટે આ વર્ષથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS)સુવિધા શરૂ કરવામાં આવી. GCAS પોર્ટલ પર સરકારી યુનિવર્સિટી અને સંલગ્ન સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના કોર્સમાં પ્રવેશ માટે અરજી કરવામાં આવે છે. જો કે આ પોર્ટલથી વિદ્યાર્થીઓ કરતાં ખાનગી યુનિવર્સિટીઓને વધુ લાભ આપે છે તેમ એક કોંગ્રેસ નેતાએ જણાવ્યું.

વધુમાં આ નેતાએ એ પણ આક્ષેપ કર્યો છે કે GCAS પોર્ટલ સુવિધાના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ ઊંચી ફી આપી ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા મજબૂર બન્યા છે. સરકારી કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાનું આ ષડયંત્ર છે. જે વિદ્યાર્થીઓ વધુ ફી આપી શકતા ના હોવાથી સરકારી કોલેજમાં એડમિશન લેતા હોય છે જ્યારે આ પોર્ટલ સરકારના બદલે ખાનગી યુનિવર્સિટીને લાભ કરાવે છે. કારણે લાંબા સમય સુધી આ પોર્ટલ પર વિદ્યાર્થીઓએ અરજી કરી હોવા છતાં સરકારી કોલેજમાં એડમિશન લઈ શકતા નથી. અંતે તેઓ ખાનગી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા મજબૂર બને છે.

GCAS પોર્ટલ પર કોર્ષ માટે લેવાતી અરજીમાં સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે જ્યારે ખાનગી યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ વેઇટીંગ લિસ્ટ પર છે. આ વર્ષે શરૂ થનાર GCAS પોર્ટલમાં અનેક ખામીઓ સામે આવતા કેટલાક જરૂરિયાત હોય તેવા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી શકયા નથી. ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સુવિધાના અભાવના કારણે મુશ્કેલીઓ પડી રહી છે. આ મામલે કોંગ્રેસ નેતાનું કહેવું છે કે ખાનગી યુનિવર્સિટીને લાભ આપનાર આ પોર્ટલમાં કેટલીક ખામીઓ હોવાના કારણે તે નાબૂદ કરવાને લઈને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો