#murdercase/ પિતા અને નાના ભાઈની હત્યા કરી યુવતી ફરાર

લાશને ઘરના ફ્રીઝમાં મુકી દીધી પ્રેમી સાથે ફરાર

Top Stories India
YouTube Thumbnail 2 1 પિતા અને નાના ભાઈની હત્યા કરી યુવતી ફરાર

Madhyapradesh News : મધ્યપ્રદેશના જબલપુરમાં ડબલ મર્ડરના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ હત્યામાં આરોપી યુવક સાથે મૃતકની પુત્રી પણ સામેલ હોવાનું પોલીસ માની રહી છે. પરંતુ તે પોતે આરોપી સાથે ભાગી ગઈ હતી. પોલીસને કેટલાક સીસીટીવી ફૂટેજ મળતા અપહરણની શંકા જાગી હતી. જેમાં કેમેરામાં યુવતી આરોપી સાથે ગેટની બહાર જતી દેખાઈ હતી.

આ ફૂટેજને આધારે પોલીસે  પોલીસ આરોપીઓના લેકોશન ફોલો કરી રહી છે. પોલીસે ઘટનાસ્થળથી શહેરના 800 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા.

ઘટનાના દિવસે એટલેકે 15 મી માર્ચે હત્યા બાદ આરોપી મુકુલ સિંહ બપોરે 12 વાગ્યે સ્કૂટર પર રેલ્વેની મિલેનીયમ કોલોની બહાર નીકળતો દેખાયો હતો. બાદમાં મૃતક રાજકુમાર વિશ્વકર્માની પુત્રી પણ તેની પાછળ ચાલતી જોવા મળી હતી. બાદમાં બન્ને એક્ટીવા પર જતા રહ્યા હતા. તે સિવાય બન્ને આરોપી મદન મહેલ સ્ટેશનના કેમેરા તથા અન્ય કંટ્રોલ રૂમના કેમેરામાં કેદ થી ગયા હતા. આરોપીઓટ્રેન દ્વારા અન્ય કોઈ શહેરમાં ભાગી ગયાની શંકા સોવાઈ રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ આ હત્યા શુક્રવારે સવારે કરવામાં આવી હતી. સ્થલ પરથી પોલીસને ગેસ કટર મળ્યું હતું. આરોપીઓ પાછલા દરવાજેથી ઘરમાં ઘુસ્યા હોવાની સંકા છે. બાદમાં રેલ્વે કર્મચારી રાજકુમાર વિશ્વકર્માની પુત્રી સાથે મળીને હત્યા કરી હતી. આરોપીએ નવ વર્ષના બાળકની હત્યા કરીને તેની લાશના ટુકડા કરી નાંક્યા હતા. આ ટુકડા તેણે ફ્રીઝમાં રાખ્યા હતા. જ્યારે રાજકુમારના મૃતદેહને પોલીથીલીનની બેગમાં ભરીને રસોડામાં રાખ્યો હતો. તેમણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસની વિગત મુજબ જબલપુરના સિવિલ લાઈન્સમાં રેલ્વે મિલેનીયમ કોલોનીમાં રહેતા રેલ્વેના કર્મચારી રાજકુમાર વિસ્વકર્મા અને તેમના 8 વર્ષના પુત્ર તનિષ્કની હત્યા કરી નાંખવામાં આવી હતી. બીજે દિવસે રાજકુમારની દિકરીના ફોન પરથી તેના ભાઈને ફોન પર મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે હું મુકુલ છું. મેં રાજકુમાર અને તનિષ્કને મારી નાંખ્યા છે. આથી ઈટારસીમાં રહેતા રાજકુમારના ભાઈએ પોલીસને જાણ કરી હતી.

બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહ પોસ્ટમોર્ટ માટે મોકલી આપ્યા હતા.

અગાઉ રાજકુમારની દિકરીનું અપહરણ કરાયું હોવાનું જણાયું હતુ. પરંતુ તે આરોપી સાથે ભાગી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ હાલમાં રાજકુમારની દિકરી અને આરોપી મુકુલ સિંહની શોધ કરી રહી છે.

ગયા વર્ષે રાજકુમારની દિકરી તેના પડોશી મુકુલ સાથે ભાગી ગઈ હતી. જેમાં મુકુલ સામે અપહરણનો કેસ નોંધાતા તેને જેલમાં ધકેલી દેવાયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ