Not Set/ મહાન ટેનિસ પ્લેયર રોજર ફેડરરને કેવિન એન્ડરસને કર્યા વિમ્બલડનની બહાર

વર્લ્ડ નંબર બેનો રેકોર્ડ રોજર ફેડરર વિમ્બલડન ટ્રોફી જીતવાનું સપનું હવે માત્ર સપનું જ બની ગયું છે. ટોચના સ્વિસ ટેનિસ પ્લેયર ફેડરરને ક્વાટર ફાઇનલ મેચના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસને વચ્ચે ચાલેલા ચાર કલાક 13 મિનિટની મેચમાં, 6-2, 7-6, 5-7, 4-6, 13-11 થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બે સેટમાં ફેડરર પોતાનું ફોર્મ […]

Top Stories Sports
federer મહાન ટેનિસ પ્લેયર રોજર ફેડરરને કેવિન એન્ડરસને કર્યા વિમ્બલડનની બહાર

વર્લ્ડ નંબર બેનો રેકોર્ડ રોજર ફેડરર વિમ્બલડન ટ્રોફી જીતવાનું સપનું હવે માત્ર સપનું જ બની ગયું છે. ટોચના સ્વિસ ટેનિસ પ્લેયર ફેડરરને ક્વાટર ફાઇનલ મેચના સંઘર્ષપૂર્ણ મુકાબલામાં દક્ષિણ આફ્રિકાના કેવિન એન્ડરસને વચ્ચે ચાલેલા ચાર કલાક 13 મિનિટની મેચમાં, 6-2, 7-6, 5-7, 4-6, 13-11 થી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બે સેટમાં ફેડરર પોતાનું ફોર્મ ખોઈ બેઠા હતા અને તે ફોર્મ છેલ્લે સુધી જાળવી રાખ્યું હતું અને ખરાબ પ્રદર્શન કર્યું હતું.

32 વર્ષીય કેવિન એન્ડરસન આ ચૅમ્પિયનશિપમાં ફેડરર સામેની સર્વિસ ગેમ પછી સેટ જીતનાર પ્રથમ ખેલાડી બની ગયા છે.

પાંચ વર્ષમાં સૌથી ખરાબ પ્રદર્શન:-

2013 માં સેર્જીઈ સ્ટાખોવસ્કી સામે બીજા રાઉન્ડમાં સનસનાટીભરી હાર બાદ વિમ્બલડનમાં ફેડરરનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. ગ્રાન્ડ સ્લેમમાં આ બીજી તક છે જ્યારે ફેડરરનો છેલ્લો સેટ એટલો લંબાયો છે. અગાઉ 2009 માં, વિમ્બલડન ફાઇનલ્સમાં એન્ડી રોડ્રિક સામે સેટ 16-14 સુધી રમાઈ હતી, જો કે આ મેચમાં ફેડરર જીતવામાં કામિયાબ રહ્યો હતો.

સતત 34 સેટ જીતી કરી પોતાના જ રેકોર્ડની બરાબરી:-

વીસ વાર ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન રહેલા ફેડરરે પ્રથમ બે સેટ જીતી વિમ્બલ્ડનમાં સતત 34 વાર સેટ જીતી પોતાના જ રેકોર્ડની બરાબરી કરી કરી છે. જે 2005 અને 2006 દરમિયાન બનાવી હતી.

 

35 વર્ષ પછી એન્ડરસન:-

એન્ડરસન છેલ્લા 35 વર્ષોમાં વિમ્બલ્ડનમાં સેમિ-ફાઈનલમાં પોતાની જગ્યા બનાવતા દક્ષિણ આફ્રિકાના પ્રથમ ખેલાડી છે. તે પહેલાં, કેવિન કર્રેને 1983 માં આ સિદ્ધી પ્રાપ્ત કરી હતી.