મદ્રાસ હાઇકોર્ટ/ કેન્દ્રએ તામિલનાડુના સાંસદને હિન્દીમાં જવાબ આપતાં તે કોર્ટમાં પહોચ્યા,જાણો શું થયું

તમિલનાડુની મદુરાઈ લોકસભા બેઠક પરથી સાંસદ એસ. વેકટેસન ગૃહ મંત્રાલય તરફથી અંગ્રેજીને બદલે હિન્દીમાં જવાબ મળ્યા બાદ તેમણે કોર્ટમાં અરજી કરી

Top Stories
high court 1 કેન્દ્રએ તામિલનાડુના સાંસદને હિન્દીમાં જવાબ આપતાં તે કોર્ટમાં પહોચ્યા,જાણો શું થયું

ગૃહમંત્રાલય તરફથી તામિલનાડુના સાંસદને અંગ્રેજીને બદલે હિન્દીમાં જવાબ આપતાં તામિલનાડુના સાંસદ ભડક્યા હતા અને  મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચી ગયા હતા. કેસની સુનાવણી કરતા જસ્ટિસ એન. કિરુબાકરન અને એમ. દુરાઈસ્વામીએ કહ્યું, ‘જો કોઈ પત્ર અંગ્રેજીમાં કેન્દ્ર સરકારને મળે તો તેનો જવાબ પણ અંગ્રેજીમાં આપવો જોઈએ.’ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે સત્તાવાર ભાષા અધિનિયમ, 1963 ના નિયમોનું પાલન કરવું જોઈએ.

આ પણ વાંચો :  ગૃહમંત્રાલયે બસોની ખરીદી કૌભાંડ મામલે સીબીઆઇને તપાસ સોંપી

તમિલનાડુની મદુરાઈ લોકસભા બેઠક પરથી સાંસદ એસ. વેકટેસન ગૃહ મંત્રાલય તરફથી અંગ્રેજીને બદલે હિન્દીમાં જવાબ મળ્યા બાદ વેંકટેસને કોર્ટમાં અરજી કરી હતી. તેમની માંગ હતી કે કેન્દ્ર સરકાર સાથે તમિલનાડુના સંદેશાવ્યવહારમાં માત્ર અંગ્રેજીનો ઉપયોગ થવો જોઈએ. આ સિવાય તમિલનાડુના સાંસદો અને લોકો સાથે માત્ર અંગ્રેજીમાં જ વાતચીત થવી જોઈએ. આ બાબત ત્યારે ઉભી થઈ જ્યારે વેંકટેસને ગૃહ મંત્રાલયને લખ્યું કે CRPF ના પરીક્ષા કેન્દ્રો તમિલનાડુ અને પુડુચેરીમાં સ્થાપવા જોઈએ. તેમણે આ માંગણી પત્ર માત્ર અંગ્રેજીમાં લખ્યો હતો, પરંતુ તેમને હિન્દીમાં જવાબ મળ્યો. તેમણે આ સામે વાંધો ઉઠાવ્યો અને કેન્દ્ર સામે હાઇકોર્ટ પહોંચ્યા હતા.

દેશમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો હશે, જ્યારે પત્ર લખવામાં ભાષાના ઉપયોગનો મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો હોય. વેંકટેસને ગૃહ મંત્રાલયના હિન્દીમાં જવાબ સામે વિરોધ નોંધાવતા બીજો પત્ર લખીને કહ્યું કે તે હિન્દી ભાષી રાજ્ય નથી  અને હિન્દી વાંચતા આવડતી નથી .બાદમાં  તેમણે કોર્ટમાં અરજી દાખલ કરી અને માંગ કરી કે જે અધિકારીઓએ તેમને હિન્દીમાં જવાબ આપ્યો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. સાંસદે કહ્યું કે મને આ પત્રનો અંગ્રેજી અનુવાદ પણ આપવામાં આવ્યો નથી. આ બંધારણ હેઠળ અને અધિકૃત ભાષા અધિનિયમ હેઠળ આપેલા અધિકારોનું ઉલ્લંઘન છે.

આ અંગે કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું કે જવાબ અજાણતા હિન્દીમાં તેમના તરફથી આપવામાં આવ્યો હતો. આ ઇરાદાપૂર્વક કરવામાં આવ્યું નથી. આ અંગે કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે સત્તાવાર ભાષા અધિનિયમની કલમ 3 ને અનુસરીને કોઈપણ સંદેશ હિન્દી અને અંગ્રેજીમાં જારી કરવો જોઈએ. તમિલનાડુમાં ભાષા આંદોલનનો લાંબો ઇતિહાસ છે. 1960 ના દાયકાથી તમિલનાડુ તરફથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર તેમના પર હિન્દી ભાષા લાદવાનો પ્રયાસ કરી રહી છે.