સીંગતેલ/ સીંગતેલના ભાવવધારાથી ગુજરાતીઓના ઘરનું બજેટ ખોરવાયું

રાજકોટમાં સીંગતેલના  ભાવમાં વધારો થયો છે. તેમા સીંગતેલનો ભાવ બે દિવસમાં ડબ્બે 50થી પણ વધુ રૂપિયા વધ્યો છે. જ્યારે સીંગતેલના હાલના ડબ્બાનો ભાવ રૂપિયા 2,600 છે. આશ્ચર્યની વાત તો એ છે કે મગફળીના ભાવમાં નજીવો વધારો થયો હોવા છતાં પણ સીંગતેલના ભાવ વધ્યા છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 2024 02 20T112759.317 સીંગતેલના ભાવવધારાથી ગુજરાતીઓના ઘરનું બજેટ ખોરવાયું

રાજકોટઃ રાજકોટમાં સીંગતેલના  (Groundnut Oil) ભાવમાં વધારો થયો છે. તેમા સીંગતેલનો ભાવ બે દિવસમાં ડબ્બે 50થી પણ વધુ રૂપિયા વધ્યો છે. જ્યારે સીંગતેલના હાલના ડબ્બાનો ભાવ રૂપિયા 2,600 છે. આશ્ચર્યની વાત તો એ છે કે મગફળીના ભાવમાં નજીવો વધારો થયો હોવા છતાં પણ સીંગતેલના ભાવ વધ્યા છે.

સીંગતેલના ભાવવધારાએ સીધો ગુજરાતની ગૃહિણીઓના ઘરના બજેટ પર ઘા કર્યો છે. તેના લીધે ચોક્કસપણે તેમનું બજેટ ખોરવાઈ જવાનું છે. સામાન્ય રીતે સીંગતેલના ભાવમાં તહેવારના સમયે વધારો જોવા મળતો હોય, કારણ કે તે સમયે પુરવઠા કરતાં માંગ વધારે હોય છે. પણ આ વખતે વગર તહેવારે ભાવ વધતા આશ્ચર્ય સર્જાયું છે. તેના પગલે વગર તહેવારે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

સીંગતેલના ભાવમાં સતત વધારો થવાના લીધે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું મોંઘુ પડી રહ્યુ છે. આના પગલે એવી શક્યતા સેવવામાં વી રહી છે કે સીંગતેલના ભાવ વધતા હવે ફરસાણના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.

ગયા વર્ષથી તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, તેના લીધે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. જો કે કેટલાક સમયથી ખાદ્યતેલના ભાવના મોરચે શાંતિ હતી, પરંતુ હવે 2024માં ફરીથી આ ખેલ ચાલુ થયો છે. ચાલુ વર્ષમાં પહેલી વખત તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ