'Love Jihad' Act/ બંગાળની ચૂંટણી આવી રહી છે માટે ‘લવ જેહાદ’ નો મુદ્દો ઉછળવામાં આવી રહ્યો છે, જાણો મહારાષ્ટ્રમાં કાયદા વિશે શું કહ્યું સંજય રાઉતે

લવ જેહાદ’ ને લઈને દેશમાં એક નવી ચર્ચા શરુ થઈ છે. ભાજપ શાસિત ઘણા રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા પસાર થાય તે માટેની તૈયારીઓ ચાલુ કરી છે. તે જ સમયે, કોંગ્રેસ

Top Stories India Breaking News
love jihad બંગાળની ચૂંટણી આવી રહી છે માટે 'લવ જેહાદ' નો મુદ્દો ઉછળવામાં આવી રહ્યો છે, જાણો મહારાષ્ટ્રમાં કાયદા વિશે શું કહ્યું સંજય રાઉતે

લવ જેહાદ’ ને લઈને દેશમાં એક નવી ચર્ચા શરુ થઈ છે. ભાજપ શાસિત ઘણા રાજ્યોમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદા પસાર થાય તે માટેની તૈયારીઓ ચાલુ કરી છે. તે જ સમયે, કોંગ્રેસ શાસિત રાજ્યોએ આનો વિરોધ કર્યો છે. આ કિસ્સામાં જ્યારે શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને તેને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

સંજય રાઉતે કહ્યું કે ‘લવ જેહાદ’ અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. મને લાગે છે કે આ એક ગંભીર બાબત છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ આવતાની સાથે જ એક નવો વિષય આગળ લાવવામાં આવી રહ્યો છે. અમારું માનવું છે કે ચૂંટણીઓ માટે વિકાસ એ મોટો મુદ્દો છે, પરંતુ અહીં ‘લવ જેહાદ’ ની ચર્ચા કરવામાં આવી રહી છે અને આવશે.

સંજય રાઉત મહારાષ્ટ્રમાં આ કાયદો લાવવાના પ્રશ્ને અંગે કહ્યું કે, ‘કેટલાક લોકો આ મુદ્દો મહારાષ્ટ્રમાં પણ ઉઠાવતા હોય છે, અમને પૂછતાં હોય છે કે, અમે કાયદો ક્યારે લાવીશું? મેં આજે મુખ્યમંત્રી સાથે વાત કરી હતી, હું કહેવા માંગુ છું કે, નીતિશ કુમાર જી જ્યારે બિહારમાં આ કાયદો લાગુ કરશે ત્યારે અમે તેના વિશે વિચાર કરીશું. ‘

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી મોબાઇલ એપ્લિકેશન….