Not Set/ BSNL અને MTNLનાં કર્મચારીઓને જુલાઈનો પગાર આપવો થયો મુશ્કેલ

દેશમાં સરકારી તંત્રની શું હાલત છે તે એમટીએનએલ અને બીએસએનએલને જોઇ સમજી શકાય છે. તેની સ્થિતિમાં સુધારો થવાની જગ્યાએ વધુ મુશ્કેલીઓમાં હોય તેવુ હાલમાં દેખાઇ રહ્યુ છે. સરકાર એક તરફ 5 ટ્રીલીયનની મોટી મોટી વાતો કરે છે પરંતુ તેને આજે તેની સરકારી કંપનીઓને ચલાવવુ પણ મુશ્કિલ બની રહ્યુ છે. જણાવી દઇએ કે, આ બંન્ને કંપનીઓ […]

Business
mtnl bsnl partnership BSNL અને MTNLનાં કર્મચારીઓને જુલાઈનો પગાર આપવો થયો મુશ્કેલ

દેશમાં સરકારી તંત્રની શું હાલત છે તે એમટીએનએલ અને બીએસએનએલને જોઇ સમજી શકાય છે. તેની સ્થિતિમાં સુધારો થવાની જગ્યાએ વધુ મુશ્કેલીઓમાં હોય તેવુ હાલમાં દેખાઇ રહ્યુ છે. સરકાર એક તરફ 5 ટ્રીલીયનની મોટી મોટી વાતો કરે છે પરંતુ તેને આજે તેની સરકારી કંપનીઓને ચલાવવુ પણ મુશ્કિલ બની રહ્યુ છે. જણાવી દઇએ કે, આ બંન્ને કંપનીઓ રોકડનાં સંકટથી સતત નીકળી રહી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એમટીએનએલનાં 22,000 કર્મચારીઓને પગાર આપવામાં આવ્યો નથી. વળી જુલાઈનાં રોજ બીએસએનએલ કર્મચારીઓને પગાર આપવો પણ હવે મુશ્કેલ બની રહ્યુ છે. હાલમાં બંને કંપનીઓમાં કર્મચારીનાં પગારની અનિયમિતતાનાં કારણે સમસ્યા વધી છે. જેના કારણે કર્મચારીઓની હાલત ખરાબ થઇ રહી છે. એમટીએનએલ અને બીએસએનએલએ પણ વિક્રેતાઓની ચુકવણી બંધ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રચાયેલા સમીહે ખોટમાં ચાલી રહેલી સરકારી ટેલિકોમ કંપનીઓ બીએસએનએલ અને એનટીએનએલનાં પુનરુત્થાન અંગે ચર્ચા કરી છે. એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે, બીએસએનએલ અને એનટીએનએલનાં પુનરુત્થાન અંગે મંત્રી જૂથની આ પહેલી બેઠક હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.