Not Set/ બેકાર પતિએ પત્નીની હત્યા કરી, પત્નીની લાશ પાસે બેસી પોલીસને કરી જાણ

સુરતમાં ફરી એકવાર સંબંધોનું ખૂન થયું છે. પતિએ પત્નીને મોતને ઘાત ઉતારી ખૂને ખેલ ખેલ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Gujarat Surat
A 251 બેકાર પતિએ પત્નીની હત્યા કરી, પત્નીની લાશ પાસે બેસી પોલીસને કરી જાણ

સુરતમાં ફરી એકવાર સંબંધોનું ખૂન થયું છે. પતિએ પત્નીને મોતને ઘાત ઉતારી ખૂને ખેલ ખેલ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. અહીં અશ્વિની કુમાર વિસ્તારમાં રહેતા વૃદ્ધા લોકડાઉનને લઈ બેકાર થતા પત્નીની કમાણી પર જીવતા હતા. અને છેલ્લા 10 દિવસથી પૈસા મામલે ઝઘડો થતો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરનાર પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના વરાછા વિસ્તારમાં આવેલ પટેલનગરમાં મહિલાની હત્યા થઈ છે. મહિલાને માથાના ભાગે પથ્થર મારી હત્યા કરવામાં આવી હતી. સવારે 7 વાગ્યાના સમયગાળા દરમ્યાન કરવામાં આવી હત્યા.  35 વર્ષના લગ્ન ગાળામાં નિઃસંતાન દામ્પત્ય જીવન હતું. જોકે, સામાન્ય ઝગડાને લઈને પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરવામાં આવી.

આ પણ વાંચો :ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન

કોરોનાના કહેરને લઈ લાગુ કરાયેલા લોકડાઉન બાદ અનેક લોકો બેકાર બની ગયા છે. આ બેકારીને કારણે આપઘાત, હત્યા ચોરી-લુંટફાટ જેવી ઘટનાઓમાં પણ વધારો થવા પામ્યો છે. ત્યારે સુરતમાં સતત બીજા દિવસે હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અશ્વિની કુમાર વિસ્તારમાં આવેલા પટેલ નગરમાં એક વૃદ્ધએ આર્થિક ભીંસમાં વૃદ્ધ પત્નીને પથ્થરના ઘા મારી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ પણ વાંચો :હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના, સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર

હત્યારા પતિએ જ પોલીસને જાણ કરી પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. પત્નીની કમાણી ઉપર જીવતા વૃદ્ધ પતિએ લોકડાઉનને લઈ પત્ની બેકાર બનતા 10 દિવસથી ઝગડો કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હત્યાનો આરોપી પોતાની કમાણીનું બેંકમાં બેલેન્સ કરતો હતો. પત્નીની કમાણી પર જીવતો હતો. જોકે, ટેક્સટાઇલ માર્કેટ બંધ હોવાને કારણે અને કામ નહિ હોવાને કારણે પત્ની સાથે રૂપિયાને બાબતે ઝઘડો કરીને હત્યા કરી નાખી હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો :ડીસામાં અંધશ્રદ્ધાના કારણે કોરોનાના દર્દીનું મોત, ભુવાએ કરી વિધિ અને……

kalmukho str 16 બેકાર પતિએ પત્નીની હત્યા કરી, પત્નીની લાશ પાસે બેસી પોલીસને કરી જાણ