બાલાસિનોર/ પ્રેમિકાને મળવા ગયેલા પ્રેમીને મળ્યું મોત, હત્યા બાદ લાશ તળાવમાં ફેંકી દેતા ચકચાર

બાલાસિનોરના સુંદરપુરા તળાવ પર પ્રેમિકાને મળવા આવેલ હિતેશ રાઠોડની પ્રેમિકાના 2 ભાઈ અને કાકા દ્વારા કરપીણ હત્યા કરી લાશ તળાવ માં ફેંકી દેવા માં આવી જેને લઈ સમગ્ર બાલાસિનોર પંથક માં ચકચાર મચી જવા પામી છે.

Gujarat Others
પ્રેમિકાને મળવા

મહીસાગર જીલ્લાના બાલાસિનોરમાં પ્રેમી યુવકની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી, બાલાસિનોરના સુંદરપુરા તળાવ પર પ્રેમિકાને મળવા આવેલ પ્રેમીની,  પ્રેમિકાના 2 ભાઈ અને કાકા દ્વારા કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી, હત્યા બાદ લાશ તળાવમાં ફેંકી દેતા ચકચાર મચી જવા પામી હતી. બાલાસિનોરના સુંદરપુરા તળાવ પર પ્રેમિકાને મળવા આવેલ હિતેશ રાઠોડની પ્રેમિકાના 2 ભાઈ અને કાકા દ્વારા કરપીણ હત્યા કરી લાશ તળાવ માં ફેંકી દેવા માં આવી જેને લઈ સમગ્ર બાલાસિનોર પંથક માં ચકચાર મચી જવા પામી છે.

બાલાસિનોરના વળદલા ગામે ઓનર કીલિંગનો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઠાસરા તાલુકાના નનાદરા ગામનો યુવક હિતેશ રાઠોડ તેની પ્રેમિકાને મળવા બાલાસિનોર સુંદર પુરા તળાવ પર આવ્યો હતો જ્યાં તારીખ 10 માર્ચ ના રોજ બપોરે 1 વાગે તળાવ ની પર તેની પ્રેમીકાને મળ્યો જેની જાણ પ્રેમિકાના ભાઈ નિખિલ અને પ્રતાપને થઈ જતા બને ભાઈ તળાવ પર પહોંચી ગયા હતા જ્યાં પ્રેમિકાએ પોતાના ભાઈને જોતા પ્રેમિકાએ તળાવમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું જોકે પ્રેમિકાના 2 ભાઈઓ દ્વારા પ્રેમીને માથાના ભાગમાં બોથડ હથીયાર વડે હુમલો કરી પ્રેમીની હત્યા કરી લાસને તળાવમાં ફેંકી દેવામાં આવી હતી.

બાલાસિનોર તળાવ માં યુવતી લાસ મળતા બાલાસિનોર પોલીસ દ્વારા અકસ્માત નો ગુનો નોંધી સમગ્ર ઘટના ની ઊંડાણ પૂર્વક તપાસ કરતા ખબર પડી કે તળાવ હજુ પણ એક બીજી લાસ છે જેની શોધખોળ માટે એન ડી આર એફ ની ટિમ દ્વારા શોધખોળ કરતા યુવક ની લાશ મળી જેને પી .એમ કરાવતા ખબર પડી કે યુવક ની હત્યા કરવામાં આવી છે ત્યારે બાદ મહીસાગર પોલીસ એ અલગ અલગ ટિમ બનાવી તપાસ કરતા હત્યા થઈ હોવાનુ જાણવા મળેલ ત્યાર  હત્યાનો ગુનો નોંધી બાલાસિનોર પોલીસ દ્વારા નિખિલ પ્રતાપ અને કાકા આતમભાઈ ની ધરપક કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:પાટણમાં મોટાભાઈના મોતના સમાચાર સાંભળી નાના ભાઈનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું

આ પણ વાંચો:અંબાજી મંદિર બાદ હવે પાવાગઢમાં નિર્ણય, હવેથી કોઇ પણ ભક્ત છોલેલું શ્રીફળ નહીં લાવી શકશે

આ પણ વાંચો:ગુજરાતમાં H3N2ના વાયરસથી પ્રથમ મોત, જાણો ક્યાં નોંધાયો મૃત્યુનો આ કેસ

આ પણ વાંચો:ઊભા પાકને ચરી ખાતા જંગલી ભૂંડ, ખેડૂતો ત્રાહિમામ

આ પણ વાંચો:‘અંતિમ’ સ્નાન, ગોધરાના ખાડી ફળિયાનો બાળક દેવ તલાવડીમાં ડૂબ્યો