જૂનાગઢ/ ઝડપાયેલ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર નીકળ્યો નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે કોલ સેન્ટર પર દરોડા પાડીને ત્યાંથી લેપટોપ આઇપેડ, મોબાઈલ ફોન 10, રાઉટર 7 અને 3,08,000 રોકડ સહિત 8,50,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 21 4 ઝડપાયેલ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર નીકળ્યો નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર

Junagadh News:જુનાગઢ શહેરના ધમધમતા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે ગત મોડી રાત્રીના સમયે આંતરરાષ્ટ્રીય કોલસેન્ટરનો પર્દાફાશ કરી નાગાલેન્ડ અને મણિપુરના 10 જેટલા યુવક યુવતીઓની ધરપકડ કરી છે.જ્યારે મુખ્ય સૂત્રધાર અને નિવૃત ડીવાયએસપીના પુત્ર સહિત પાંચ આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

જુનાગઢ શહેરમાંથી આંતરરાષ્ટ્રીય લોકો સાથે છેતરપિંડી થતી હોવાની માહિતી અને એક મોટું કોલ સેન્ટર જુનાગઢ શહેરના એક રહેણાંક વિસ્તારના મકાનમાં ચાલી રહ્યું હોવાની વાતની ક્રાઈમ બ્રાન્ચને મળતા ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઇ સહિતની ટીમ રાત્રીના સમયે જલારામ સોસાયટીમાં આવેલા એક એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે દરોડા કર્યા હતા. જેમાં નાગાલેન્ડની યુવતીઓ સહિત 10 જેટલા શખ્સો પોલીસે ધરપકડ કરી છે અને હજુ પાંચ જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છેકોલ સેન્ટર મારફત યુએસ એટલે કે અમેરિકામાં ચાલતી એમેઝોન અને પેપરના ખોટા મેસેજ મોકલી તેમાં કસ્ટમર નંબર મોકલી જેમાં મેસેજ રીસીવ કરનાર વ્યક્તિ કસ્ટમર નંબર પર કોલ કરતા આઈ બીમ નામના ડિવાઇસ એપ્લિકેશનની મદદથી રાખેલ બહારના રાજ્યના માણસો મારફતે લેપટોપમાં કોલ રીસીવ કરી એમેઝોનમાં આપેલ ઓર્ડર કેન્સલ કરાવવાના બહાના હેઠળ અને પેપલ પેમેન્ટ ગેટવે મારફતે કપાત થયેલ પૈસા રિફંડ કરવાનું જણાવી તેમની પાસેથી બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી કોલ કરનારની જાણ બહાર તેમના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી અને છેતરપિંડી આચરતા હતા.

જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચે કોલ સેન્ટર પર દરોડા પાડીને ત્યાંથી લેપટોપ આઇપેડ, મોબાઈલ ફોન 10, રાઉટર 7 અને 3,08,000 રોકડ સહિત 8,50,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે.હાલ તો પોલીસે નાગાલેન્ડ અને મણીપુરના કુલ 10 આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે ગુજરાતી પાંચ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.

ફરાર આરોપી…

  • મુખ્ય સૂત્રધાર ઇન્દ્રજીતસિંહ મહાવીર સિંહ રાણા રહે અમદાવાદ
  • હરજીતસિંહ છત્રપાલસિંહ રાણા રહે અમદાવાદ
  • જલઈ પટેલ રહે અમદાવાદ
  • દિગ્વિજયસિંહ ગંભીર સિંહ રાણા રહે તાપી, સુરેન્દ્રનગર
  • ઈશા રણજીત વ્યાસ રહે થાણે વેસ્ટ મહારાષ્ટ્ર…

આમ ફરાર આરોપી પૈકી મુખ્ય સૂત્રધાર ઇન્દ્રજીતસિંહ મહાવીર સિંહ રાણા જે જૂનાગઢના પૂર્વ ડીવાયએસપી મહાવીરસિંહ રાણા ના પુત્ર હોવાનું સામે આવ્યું છે જ્યારે પોલીસે મુખ્ય સૂત્રધાર અને પૂર્વ ડીવાયએસપી મહાવીરસિંહ રાણા ના પુત્ર ઇન્દ્રજીતસિંહ રાણા સહિત ફરાર પાંચ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 ઝડપાયેલ આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર નીકળ્યો નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો