રાજકોટ/ લાપત્તા ક્રિકેટર પત્ની અને મિત્ર સાથે હોટલમાંથી ડ્રગ્સ સાથે મળી આવ્યા

પોલીસે આ અંગે તમામ સ્થળે દરોડા પડાયા હતા પરંતુ કોઇ પાસેથી ડ્રગ્સ મળ્યુ ન હતુ અને દસ દિવસ બાદ સુધા નામની મહિલા ડ્રગ્સ સાથે ઝડપાતા તે હાલ જેલ હવાલે છે.

Gujarat Rajkot
Untitled 420 લાપત્તા ક્રિકેટર પત્ની અને મિત્ર સાથે હોટલમાંથી ડ્રગ્સ સાથે મળી આવ્યા

રાજકોટમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એક હોટલમાંથી ડ્રગ્સના ઈન્જેક્શન સાથે ત્રણની ધરપકડ કરાઇ છે. એક યુવતી સહિત ત્રણ વ્યક્તિ આ કેસમાં પકડાયા છે. નોંધનીય છેકે ગઈકાલે એક મહિલાએ પુત્ર ગુમ થયો હોવાની ફરિયાદ કરી હતી. જેમાં આ મહિલાનો પુત્ર અને તેની પૂર્વ પત્ની ડ્રગ્સ લેતા પકડાયા છે.

રાજકોટનો એક ક્રિકેટર ઘર છોડી નાસી છૂટ્યો હોવાથી તેની માતાએ મીડિયાનો સંપર્ક કર્યો હતો. બાદમાં SOG પોલીસે મહિલાને લઇ તેનું નિવેદન નોંધ્યું હતું. જેમાં મહિલાએ ડ્રગ્સ પેડલરના નામ આપ્યા હતા. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રિકેટર પત્ની સાથે ડ્રગ્સનું સેવન કરતો હતો. જોકે બાદમાં ઝઘડો થતા પત્નીને છૂટાછેડા આપી દીધા હતા.

આ પણ વાંચો ;મોટા સમાચાર /  દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડની મોટી બેઠક, ગુજરાત કોંગ્રેસનું નામ નક્કી થવાની પુરી સંભાવનાઓ

શહેરની એક મહિલાએ ડ્રગ્સ સપ્લાયરો સામે અવાજ ઉઠાવી પોલીસમાં કરેલી રજૂઆતના પગલે પોતાનો આશાસ્પદ ક્રિકેટર પુત્ર ઘર છોડી જતો રહ્યાની ચોકાવનારા આક્ષેપ સામે જુન માસમાં કરવામાં આવેલી રજૂઆતના પગલે જેઓ સામે ડ્રગ્સ અંગેના આક્ષેપ છે તે તમામને ત્યાં પોલીસે દરોડા પડયાની અને એક મહિલાની ડ્રગ્સ સાથે ઝડપી લેતા તે હાલ જેલમાં છે. આશાસ્પદ ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડવા પાછળ તેનો પરિવાર જ જવાબદાર હોવા છતાં પોલીસનું મોરલ તોડવા પ્રયાસ થઇ રહ્યાનું સામે આવ્યું છે.

મહિલાએ પોતાનો પુત્ર ડ્રગ્સ સપ્લાયરો દ્વારા ધમકીના કારણે યુવાન પુત્ર ઘર છોડી જતો રહ્યાની ચીઠ્ઠી સાથે મીડીયા સમક્ષ હાજર થઇ હતી. પોતાનો પુત્ર અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યાની અને સચિન તેડલુકર સાથે ક્રિકેટ રમેલા યુવાને ગત 18 જુનના રોજ ડ્રગ્સના ધંધાર્થીઓએ ફસાવ્યાની પોલીસમાં રજૂઆત કરી હતી જેમાં રૈયા વિસ્તારની સુધા, મયુર અને કૌશિક સહિતના નામ આપ્યા હતા.

પોલીસે આ અંગે તમામ સ્થળે દરોડા પડાયા હતા પરંતુ કોઇ પાસેથી ડ્રગ્સ મળ્યુ ન હતુ અને દસ દિવસ બાદ સુધા નામની મહિલા ડ્રગ્સ સાથે ઝડપાતા તે હાલ જેલ હવાલે છે. આમ છતાં મહિલાની રજુઆતના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. આશાસ્પદ ક્રિકેટર લાંબા સમયથી ડ્રગ્સના રવાડે ચડયાનો પરિવાર કેમ અજાણ હતો. ડ્રગ્સમા બરબાદ થયા બાદ લાંબા સમય બાદ પોલીસને જાણ કરી હતી. ડ્રગ્સનો નશો કરવામાં તેની પત્ની પણ સામેલ હોવાનું ખુદ આશાસ્પદ ક્રિકેટરે લખેલી ચીઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો છે. પરિવારની બેદરકારી પોલીસ તંત્રનું મોરલ તોડવા પ્રયાસ થઇ રહ્યાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો ;ભીષણ આગ / રશિયાના વિસ્ફોટક પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, અત્યારસુધીમાં 16 લોકોના મોત થયા હોવાની આશંકા