શરમજનક/ T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

ટી 20 વર્લ્ડકપમાં સૌથી શરમજનક બેટિંગ રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનાં નામે નોંધાયેલો છે.

Sports
1 269 T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

ટી20 વર્લ્ડકપ બાદ વિરાટ કોહલી આ ફોર્મેટમાંથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ છોડી દેશે, આ સમાચાર સામે આવતા જ દુનિયાભરનાં દિગ્ગજ ચોંકી ગયા હતા. જણાવી દઇએ કે, ભારતની યજમાનીમાં યુએઈ અને ઓમાનમાં રમાનારા ટી 20 વર્લ્ડકપની શરૂઆતને હવે લગભગ 1 મહિનો બાકી છે. ત્યારે અચાનક લેવામાં આવેલુ કોહલીનું આ વિરાટ ડિસિઝન ટી20 વર્લ્ડકપ પર કેવી અસર કરે છે તે ખાસ જોવાનુ રહેશે. જો કે ટી20 વર્લ્ડકપ પહેલા દરેક ખેલાડીઓનાં રન, ચોક્કા, છક્કા અને સદી જેવા રેકોર્ડની ચર્ચા થઇ રહી છે. પરંતુ આજે અમે તમને ટી 20 વર્લ્ડ કપમાં સૌથી શરમજનક બેટિંગ રેકોર્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે પાકિસ્તાનનાં ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીનાં નામે નોંધાયેલો છે, જે પોતાની ધમાકેદાર બેટિંગ માટે જાણીતો છે. આફ્રિદીનાં નામે ટી -20 વર્લ્ડ કપમાં શૂન્ય પર સૌથી વધુ આઉટ થવાનો રેકોર્ડ છે.

શાહિદ આફ્રિદી (પાકિસ્તાન):

1 270 T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

2007 થી 2016 વચ્ચે, આફ્રિદીએ 6 વખત ટી 20 વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો અને આ સમયગાળા દરમિયાન રમાયેલી 34 મેચની 32 ઇનિંગ્સમાં તેને બેટિંગ કરવાની તક મળી હતી અને તે પાંચ વખત પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. જોકે આફ્રિદીએ આ સમયગાળા દરમિયાન 18.82 ની એવરેજથી 546 રન બનાવ્યા હતા. જેમાં બે અર્ધશતકનો સમાવેશ થાય છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 54* રહ્યો હતો.

તિલકરત્ને દિલશાન (શ્રીલંકા):

1 271 T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

આફ્રિદી બાદ આ શરમજનક રેકોર્ડની યાદીમાં બીજું નામ શ્રીલંકાનાં ઓપનર તિલકરત્ને દિલશાનનું છે. દિલશાને 2007 થી 2016 ની વચ્ચે ટી 20 વર્લ્ડ કપમાં 35 મેચ રમી હતી, જેમાં તેને 34 ઇનિંગ્સમાં બેટિંગ કરવાની તક મળી હતી, જેમાંથી તે 5 વખત પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો.

લિન્ડલ સિમોન્સ (વેસ્ટ ઈન્ડિઝ):

1 272 T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

વેસ્ટ ઇન્ડીઝનાં બેટ્સમેન લિન્ડલ સિમોન્સ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. બે વખત વેસ્ટ ઇન્ડીઝ વર્લ્ડકપ ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સિમોન્સને 2009 અને 2016 વચ્ચે પાંચ ટી 20 વર્લ્ડ કપ દરમિયાન 12 મેચ રમવાની તક મળી, 12 ઇનિંગ્સમાં બેટિંગ કરી, તે 4 વખત પોતાનું ખાતું ખોલાવી શક્યો નહીં.

સનથ જયસૂર્યા (શ્રીલંકા):

1 273 T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

સનથ જયસૂર્યાનું નામ, જે શ્રીલંકાનાં પ્રબળ ઓપનર હતા, આ શરમજનક રેકોર્ડની યાદીમાં પણ સામેલ છે. સનથ જયસૂર્યાએ 2007 થી 2010 વચ્ચે ત્રણ ટી 20 વર્લ્ડ કપ દરમિયાન 18 મેચ રમી હતી અને 4 વખત પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા.

લ્યુક રાઈટ (ન્યુઝીલેન્ડ):

1 274 T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

આ યાદીમાં પાંચમું નામ ઈંગ્લેન્ડનાં લ્યુક રાઈટનું છે. લ્યુક રાઈટે 2007 અને 2012 વચ્ચે ચાર વખત ટી 20 વર્લ્ડ કપમાં 22 મેચ રમી હતી અને 20 વખત બેટિંગ કરતી વખતે ચાર વખત પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યા હતા.

આશિષ નેહરા (ભારત):

1 275 T-20 વર્લ્ડકપમાં આ ખેલાડીઓનાં નામે રહ્યો સૌથી શરમજનક રેકોર્ડ

આશિષ નેહરાએ ભારત માટે ટી-20 વર્લ્ડકપમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ બનાવ્યો છે. નેહરા વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે રમાયેલી 10 મેચમાં ત્રણ વખત બેટિંગ કરવા આવ્યો હતો અને ત્રણેય સમયમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન તેણે 7 બોલનો સામનો કર્યો હતો. તે પોતાના ખાતામાં એક પણ રન ઉમેરી શક્યો નથી. આ શરમજનક રેકોર્ડની યાદીમાં તે છઠ્ઠા સ્થાને છે.