એસીબી-લાંચ/ અધિકારીએ ઓફિસની કબાટને જ બનાવ્યું લોકરઃ લાંચના કરોડો રૂપિયા મળ્યા

શુક્રવારે જયપુર કમિશનરેટ ઓફિસમાં એક કબાટ જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. યોજના ભવનના ભોંયરામાં ઘણા દિવસોથી બંધ પડેલા કબાટમાંથી 2 કરોડ 31 લાખ 49 હજાર 500 રૂપિયા મળી આવ્યા હતા.

Top Stories India
ACB Bribe અધિકારીએ ઓફિસની કબાટને જ બનાવ્યું લોકરઃ લાંચના કરોડો રૂપિયા મળ્યા

જયપુરઃ શુક્રવારે જયપુર કમિશનરેટ ઓફિસમાં એક કબાટ ACB-Bribe જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. તેમાં રાખેલો સામાન જોઈને અધિકારીઓ દંગ રહી ગયા હતા. યોજના ભવનના ભોંયરામાં ઘણા દિવસોથી બંધ પડેલા કબાટમાંથી 2 કરોડ 31 લાખ 49 હજાર 500 રૂપિયા મળી આવ્યા હતા. આ સાથે એક કિલો સોનાના બિસ્કિટ પણ મળી આવ્યા હતા. હવે આ કેસમાં પોલીસે શનિવારે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (DOIT)ના જોઇન્ટ ડાયરેક્ટર વેદ પ્રકાશ યાદવની અટકાયત કરી હતી અને તેને ACBને સોંપ્યો હતો.

લાંચિયા અધિકારી સામે એફઆઈઆર નોંધીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. ACB-Bribe લાંચિયા અધિકારી સામે એફઆઈઆર નોંધતી વખતે એસીબીએ તેને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાંથી તેને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે વિભાગ દ્વારા યાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કેસ ભ્રષ્ટાચારનો હોવાથી યાદવને શનિવારે બપોરે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને એસીબીને સોંપવામાં આવ્યો હતો. હવે આ મામલે એક CCTV વીડિયો ફૂટેજ પણ સામે આવ્યો છે. આ ફૂટેજમાં વેદ પ્રકાશ યાદવ 8 મે 2023ના રોજ કબાટમાં પૈસા ભરેલી બેગ છુપાવતો જોવા મળે છે.

સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ડ્યુટી પૂરી થયા બાદ વેદ પ્રકાશ ACB-Bribe ખભા પર લેપટોપ બેગ લઈને બેઝમેન્ટમાં ગયો હતો. કબાટનું લોક ખોલીને બેગ રાખી. પછી ત્યાંથી નીકળી ગયો. આ એ જ અલમિરાહ છે જેમાંથી પોલીસને 2.31 કરોડ રૂપિયા અને એક કિલો સોનું મળ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ લાંચ આરોપીઓએ સીસીટીવી કેમેરા ખરીદવા માટે લીધી હતી. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે તેણે આ રકમ વિવિધ લોકો પાસેથી લાંચ તરીકે લીધી હતી. તેમને ઘરે લઈ જવાને બદલે તે અહીં એકઠા કરતો હતો. તે જ સમયે, એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે નોટબંધી દરમિયાન જૂની નોટો બદલવા એક કિલોસોનાના બિસ્કિટ ખરીદ્યા હતા.

 

આ પણ વાંચોઃ Modi-PapuaNewGini/ મોદીનું પાપુઆ-ન્યુગિનીના પીએમ જેમ્સ મારાપૈએ પગે લાગીને કર્યુ સ્વાગત

આ પણ વાંચોઃ Karnataka Election-DK Shivkumar/ કર્ણાટક ચૂંટણી જીતીને પણ હું ખુશ નથી એમ કેમ કહ્યું શિવકુમારે

આ પણ વાંચોઃ બાબાની બોલબાલા!/ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી

આ પણ વાંચોઃ બાબાની બોલબાલા!/ગુજરાતમાં બાગેશ્વર બાબાના પ્રવાસને લઈને આવી કરી છે તૈયારી