Mother/ દીકરાને બચાવવા વૃદ્ધ માતાએ કર્યો મોટો ત્યાગ

માતા પોતાના સંતાનને ઉછેરવા, પાલન-પોષણ કરવા કે તેનો જીવ બચાવવા કેટલો સંઘર્ષ અને ત્યાગ કરતી હોય છે તે માતા જ જાણતી હોય છે. માતા પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી હોવા છતાં સંતાન માટે કઠિન સંઘર્ષ કરે છે. આવો જે એક કિસ્સો મુંબઈમાં જોવા મળ્યો છે. બે બાળકોના પિતા રણજીત ડોડિયાને કિડની ફેલ થઈ ગઈ હતી ત્યારેત તેમની […]

Trending
Beginners guide to 2024 04 08T123752.000 દીકરાને બચાવવા વૃદ્ધ માતાએ કર્યો મોટો ત્યાગ

માતા પોતાના સંતાનને ઉછેરવા, પાલન-પોષણ કરવા કે તેનો જીવ બચાવવા કેટલો સંઘર્ષ અને ત્યાગ કરતી હોય છે તે માતા જ જાણતી હોય છે. માતા પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી હોવા છતાં સંતાન માટે કઠિન સંઘર્ષ કરે છે. આવો જે એક કિસ્સો મુંબઈમાં જોવા મળ્યો છે.

બે બાળકોના પિતા રણજીત ડોડિયાને કિડની ફેલ થઈ ગઈ હતી ત્યારેત તેમની માતા તેમના વ્હારે આવી હતી. આઘાત લાગે તેવી ક્ષણમાં 63 વર્ષના માતા વિમળાબહેને તરત જ ડોક્ટરને કિડની આપવાનું નક્કી કર્યું હતું. હું મારા દીકરાને જીવાડવા કિડની આપીશ. તમે ચિંતા ન કરો, હું મારા દીકરાને જિવાડીશ.

​વિમળાબહેને દીકરા રણ​જિતને પણ કહ્યું હતું કે તું ટેન્શન ન લે, તારી મા હજી બેઠી છે. એટલું જ નહીં, ત્યાર બાદ બધી જ ટેસ્ટ કરાવી પેપરવર્ક કરીને આખરે ગયા મહિને તેમની કિડનીનું તેમના દીકરામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. હાલ બન્નેની તબિયત સુધારા પર છે અને ડૉક્ટરના કહેવા મુજબ હવે રણ​જિતને વીસથી ૨૫ વર્ષ સુધી વાંધો આવે એમ નથી. ડૉક્ટરે મમ્મી વિમળાબહેનને પણ કહ્યું છે કે તમારી રોજિંદી પ્રવૃ​ત્તિઓ ચાલુ રાખો, એમાં કશો વાંધો નથી.

બે સંતાનોને બીમારીમાં ગુમાવી દેનારી માતાએ ત્રીજા પુત્ર માટે ત્યાગ કર્યો હતો. રણજીતની પત્નીએ પણ કિડની આપવાની તૈયારી દાખવી હતી. જોકે, માતાની પુત્ર સાથે કિડની મેચ થઈ જતાં માતાએ ઘણા ટેસ્ટ આપ્યા હતા. આખરે કિડનીનું ઓપરેશન સફળ રહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિકલાંગ બની ભીખ માંગતો હતો શખ્સ, વૃદ્ધે ખોલી દીધી પોલ, જુઓ વીડિયો

આ પણ વાંચો: કશું સૂઝ્યું નહીં તો રસ્તા પર ઝૂંપડાવાળી કાર બનાવી દીધી! જુઓ વાયરલ વીડિયો

આ પણ વાંચો:ડ્રાઈવર વિના આ વ્યક્તિએ કાર દોડાવી, આનંદ મહિન્દ્રા દંગ રહી ગયા