રાજકોટ/ ધોરાજી તાલુકાનું એકમાત્ર આદર્શ ગામ એટલે જમનાવડ ગામ,જાણો શું છે આ ગામની ખાસિયત.

ગામમાં પીવામાટે શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 5 રૂપિયામાં ફિલ્ટર પાણી આપવામાં આવે છે

Gujarat Uncategorized
Untitled 8 ધોરાજી તાલુકાનું એકમાત્ર આદર્શ ગામ એટલે જમનાવડ ગામ,જાણો શું છે આ ગામની ખાસિયત.

રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકાનું એકમાત્ર આદર્શ ગામ એટલે જમનાવડ ગામ. આખા જિલ્લાનાનું એકમાત્ર આદર્શ ગામ.જે ધોરાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલ ગામ છે.જાણો શું છે આ ગામની ખાસિયત..ધોરાજીમાં આવેલું જમનાવડ ગામને આદર્શ ગામ છે.જમનાવડ ગામની 2493 વસ્તીમાંથી 1700ની આસપાસ મતદારો છે. સરપંચ યુવા હિતેષભાઇ વાઘમસીની કુનેહ કામગીરીથી ગ્રામજનો ઘણા ખુશ છે. ફરીવારઆ યુવા સરપંચને ગામનું રક્ષણ કરવા માટે સરપંચ બનાવવા અધીરા છે.. ગામમા યુવા સરપંચે કોરોના કાળમાં પણ બેસ્ટ કામગીરી કરી હતી. તેમજ ગામમાં દેરક પ્રકારની સુવિધાઓ છે.

આ પણ વાંચો ;સુરત / સવાણી પરિવાર પિતા ગુમાવનાર 300 દીકરીઓનું કરાવશે લગ્ન

ગામમાં પીવામાટે શુદ્ધ પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ 5 રૂપિયામાં ફિલ્ટર પાણી આપવામાં આવે છે. તેમજ વાપરવા માટે પણ અઠવાડિયાના 4 દિવસ પાણી ગામના લોકોને આપવામાં આવે છે. ગામમાં રાત્રે અધ્ધાર પટ્ટ ન છવાઈ જાય તે માટે સ્ટ્રીટ લાઈટો પણ નાખવામાં આવી છે.ગામને જોઈને જાણે કોઈ એક શહેરમાં આવ્યા હોય તેવું લાગે છે.જમનાવડ મા આમ જોવા જઈએ તો દરેક ધર્મ અને જ્ઞાતિ ઓ ના લોકો રહે છે.તેમ છતા પણ ગામનો ક્રાઈમ રેટ ઝિરો છે.ગામના યુવા સરપંચે મોટી સિટીને પણ ટક્ક્રર આપે તેવું ગામ બનાવ્યું છે.

ધોરાજી તાલુકાનુ જમનાવડ ગામ રાજકોટ જિલ્લા નુ આદર્શ ગામ તરીકે ઉભરાઈ આવ્યુ છે. આ ગામમાં સરકારી ગ્રાન્ટનો પણ યોગ્ય ઉપયોગ થયો છે.ત્યારે ગ્રામજનો ફરીવાર યુવા સરપંચ અને તેમની ગ્રામ પંચાયત બંને તેવી મહેનત કરી રહ્યા છે.

આ પણ વાંચો ;શેરબજાર / શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 764 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ફરી 17200 ની નીચે ગબડ્યો