Not Set/ બાયલું પાકિસ્તાન આતંક ફેલાવવા બાળકોની ઓથ લેતું હોવાનું સામે આવ્યું

ના-પાક, ભારતમાં આતંકી અને મિલ્ટીયન્સને ઘુસાડવા માટે તમામ યથાર્થ પ્રયાસો કરી રહ્યું છે. તમામ કોશિશો પછી પણ પાકિસ્તાનનાં ના-પાક ઇરાદા, ભારતીય સેનાની ચોકસાઇને કારણે બર આવી રહ્યા નથી. અને માટે જ પાકિસ્તાન તેના છાજે તેવી ના-પાક અને હલકી હરકતો કરતું હોવાનું સામે આવી રહ્યું છે. પાકિસ્તાને ભારતીય સરહદમાં ઘુસણખોરી અને સૈન્ય પ્રવૃતિને વેગ આપવા કે […]

Top Stories World
pjimage બાયલું પાકિસ્તાન આતંક ફેલાવવા બાળકોની ઓથ લેતું હોવાનું સામે આવ્યું

ના-પાક, ભારતમાં આતંકી અને મિલ્ટીયન્સને ઘુસાડવા માટે તમામ યથાર્થ પ્રયાસો કરી રહ્યું છે. તમામ કોશિશો પછી પણ પાકિસ્તાનનાં ના-પાક ઇરાદા, ભારતીય સેનાની ચોકસાઇને કારણે બર આવી રહ્યા નથી. અને માટે જ પાકિસ્તાન તેના છાજે તેવી ના-પાક અને હલકી હરકતો કરતું હોવાનું સામે આવી રહ્યું છે.

પાકિસ્તાને ભારતીય સરહદમાં ઘુસણખોરી અને સૈન્ય પ્રવૃતિને વેગ આપવા કે પાર પાડવા સગીર(બાળકો – યુવાનો)નો આશરો લેવાનું શરૂ કર્યું છે અને તેના માટે એક સગીરે ભારતીય સીમમાં ઘુસણખોરી કરી છે. આંતરરાષ્ટ્રીય સરહદ પાર  કરાવી ભારતીય સરહદમાં પ્રવેશ કરી પાકિસ્તાની સગીરે ભારતીય છાવણી અને સૈન્ય તહેનાતની જાણકારી મેળવનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે ભારતીય સેનાનાં હાથમાં સપડાઇ ગયો હતો. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ પૂછપરછ બાદ તેને ગાદ્રા રોડ પોલીસને સોંપી દીધો હતો. નોંધનીય છે કે સોમવારે ફોર્સે ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવા બદલ આંતરરાષ્ટ્રીય સરહદેથી પાકિસ્તાની રાષ્ટ્રીયા ઘરાવતા ભાગચંદ, 16 વર્ષને પકડ્યો હતો. 

કાળા લીલા સલવાર કમીઝ પહેરીને આયોજિત રીતે પાકિસ્તાની નાગરિકે બોર્ડરમાં ઘૂસણખોરી કરી હતી. તેઓ સવારે બેરીકેડ પાસે લીલા ઘાસ અને ઘેરા લીલા રંગના કપડાની આડ લઈને ભારતીય બાહ્ય વિસ્તારમાં પ્રવેશ્યો હતો. પરંતુ બીએસએફ જવાનોની નજરથી છટકી શક્યો નહીં. સૈનિકોએ બૂમ પાડી ત્યારે તે તરત જ ભાગ્યો હતો. બાદમાં તેને ગ્રામજનોની મદદથી પકડવામાં આવ્યો હતો.

સેના ઓફિસર અમરસિંહે જણાવ્યું કે આ સંપૂર્ણ મામલો તપાસનો વિષય છે. અત્યાર સુધીની પૂછપરછમાં તેણે કહ્યું છે કે, ભારતની સરહદમાં કેટલી છાવણીઓ છે અને કેટલા માણસો તૈનાત છે તે શોધવા સલીમખાન પઠાણ નામના વ્યક્તિએ તેને મોકલ્યો હતો. તે પીરકોટ ગામનો રહેવાસી છે. આ પાકનાં અમરકોટ જિલ્લાનાં છેડે આવેલા તાલુકો છે. તેને આજે બાડમેર લાવવામાં આવ્યો છે જ્યાં ભારતીય સુરક્ષા એજન્સીઓ સંયુક્ત રીતે તેની પૂછપરછ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.