Duplicate Oil/ સુરતના લીંબાયતમાં ડુપ્લીકેટ તેલનો થયો પર્દાફાશ, વેપારીઓએ કરી હતી ફરિયાદ

સુરતના લીંબાયતમાંથી ડુપ્લકેટ તેલનો પર્દાફાશ થયો છે. વેપારી એસોસિયેશનની ફરિયાદના આધારે પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા.

Gujarat Top Stories Surat
Beginners guide to 2024 04 19T122447.722 સુરતના લીંબાયતમાં ડુપ્લીકેટ તેલનો થયો પર્દાફાશ, વેપારીઓએ કરી હતી ફરિયાદ

સુરતના લીંબાયતમાંથી ડુપ્લકેટ તેલનો પર્દાફાશ થયો છે. વેપારી એસોસિયેશનની ફરિયાદના આધારે પોલીસને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં વિજયાલક્ષ્મી સુપર સ્ટોરમાં ડુપ્લીકેટ તેલ મળી આવ્યું. આ સ્ટોરમાં તિરૂપતિના ડબ્બામાં ડુપ્લીકેટ તેલ વેચાતું હોવાનું દરોડામાં સામે આવ્યું. આ સ્ટોરમાંથી મળી આવેલ ડુપ્લીકેટ તેલ જુદા-જુદા સ્થાનો પર મોકલવામાં આવતું હતું. ઉપરાંત  દરોડામાં ચકાસણી દરમ્યાન 60 ડુપ્લીકેટ તેલના ડબ્બા મળી આવ્યા હતા તેમજ અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર મળી આવ્યા જેના હેઠળ ડુપ્લીકેટ તેલનું વેચાણની યોજના હતી.

રાજ્યમાં બનાવટી ઘીનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાં હવે સુરતના લીંબાયતમાં ડુપ્લીકેટ તેલનો પર્દાફાશ થયો છે. ખાદ્યપદાર્થમાં વધી રહેલ બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ધમધમી રહ્યો છે. ખાદ્ય પદાર્થો ઉપરાંત હવે ડુપ્લીલેટ શેમ્પુ અને ગુટખાનું પણ વેચાણ કરવામાં આવે છે. ઓપલાડમાંથી ડુપ્લીકેટ શેમ્પુ અને ગુટખાનું વેચાણ ઝડપાયું હતું. જ્યારે મહિના અગાઉ રાંદેર ઝોનમાં રાજેશ પટેલ નામનો વ્યક્તિ વનસ્પતિ ઘી, સોયાબીન તેલ, હળદરમાં સુગંધી ફલેવર્ડનું ભેળસેળ કરી શુદ્ધતાના નામે વેચાણ કરતા ઝડપાયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગ દ્વારા લોકોની ફરિયાદના આધારે દરોડો પાડવામાં આવતા શુદ્ધતાના નામે ખાદ્ય પદાર્થ તથા અન્ય વસ્તુઓના થતા કારોબારનો પર્દાફાશ થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં 

આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ