નવી દિલ્હી/ PM મોદી-અમિત શાહે સો.મીડિયા પર બદલી પોતાની DP, તિરંગાનો ફોટો લગાવી કરી આ અપીલ

અમિત શાહે વધુમાં કહ્યું કે દેશના અન્ય લોકોને પણ આ વિશેષ અભિયાન ‘હર ઘર તિરંગા’માં ભાગ લેવા માટે પ્રેરિત કરવા જોઈએ. આપને જણાવી દઈએ કે ગૃહમંત્રીની આ અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને જન આંદોલનમાં બદલવાની છે

Top Stories India
અમિત શાહે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે લોકોને અપીલ કરી હતી કે તેઓ 2 થી 15 ઓગસ્ટ વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચર તરીકે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરે. અમિત શાહે વધુમાં કહ્યું કે દેશના અન્ય લોકોને પણ આ વિશેષ અભિયાન ‘હર ઘર તિરંગા’માં ભાગ લેવા માટે પ્રેરિત કરવા જોઈએ. આપને જણાવી દઈએ કે ગૃહમંત્રીની આ અપીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને જન આંદોલનમાં બદલવાની છે અને લોકોને 2 થી 15 ઓગસ્ટની વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના પ્રોફાઇલ પિક્ચર તરીકે ‘તિરંગા’ લાગવાની વિનંતી પછી આવી.

શું કહ્યું ગૃહમંત્રી અમિત શાહે…

શ્રેણીબદ્ધ ટ્વિટમાં, ગૃહ પ્રધાન અમિત શાહે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા જણાવ્યું હતું કે મોદીએ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના અવસર પર, સ્વાતંત્ર્ય સેનાનીઓની બહાદુરીની પ્રશંસા કરી, 13 થી 15  ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગો ફરકવા માટે ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલન બનાવવા માટે આજે તેમના મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ તમામ દેશવાસીઓને 2 થી 15 ઓગસ્ટ સુધી તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં તિરંગો લગાવવાની અપીલ કરી હતી.

ગૃહમંત્રીએ કહ્યું, ‘તમારા ડીપીમાં તિરંગો લગાવીને અન્ય લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કરો.’

તેમની વાતને આગળ વધારતા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે દેશને જોડવા ઉપરાંત, તિરંગો દરેકને રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવાની પ્રેરણા આપે છે. તેમના ‘મન કી બાત’ રેડિયો પ્રસારણમાં પીએમ મોદીએ કહ્યું કે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ કાર્યક્રમના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ દરમિયાન એક વિશેષ અભિયાન ‘હર ઘર તિરંગા’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે લોકોને ઝુંબેશ દરમિયાન તેમના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા અથવા પ્રદર્શિત કરવા વિનંતી કરી.

આ પણ વાંચો: CBIએ ભ્રષ્ટાચારના કેસમાં ત્રણ IRTS અધિકારીઓ સહિત પાંચ લોકોની કરી ધરપકડ

આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાનનું રાજકીય ભાવિ દાવ પર,વિદેશી ફંડિંગ કેસનો આજે આવશે ચુકાદો

આ પણ વાંચો: સીંટેક્ષ કંપનીએ અમારી જમીન દબાણમાં કર્યું છે ; દલીત સમાજના આક્ષેપ