Not Set/ રાજકોટ હોટલ પાર્કઈનમાં કુટણખાના રેકેટમાં મેનેજર બાદ માલિકની પણ સંડોવણી ખુલતા ધરપકડ

રાજકોટ સદર બજારમાં આવેલી હોટલ પાર્કઈનમાં પ્રાથમિક તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગનો કેસ નવી જ રીતે બહાર આવ્યો હતો.કૂટણખાના રેકેટનો પર્દાફાશ થયા બાદ પોલીસ તપાસમાં એક બાદ એક કડીઓ

Gujarat Rajkot Trending
park inn hotel malik રાજકોટ હોટલ પાર્કઈનમાં કુટણખાના રેકેટમાં મેનેજર બાદ માલિકની પણ સંડોવણી ખુલતા ધરપકડ

રાજકોટ સદર બજારમાં આવેલી હોટલ પાર્કઈનમાં પ્રાથમિક તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગનો કેસ નવી જ રીતે બહાર આવ્યો હતો.કૂટણખાના રેકેટનો પર્દાફાશ થયા બાદ પોલીસ તપાસમાં એક બાદ એક કડીઓ ખુલતી જાય છે. હવે મેનેજર બાદ હોટલના માલિકની પણ સંડોવણી બહાર આવતાં પોલીસે તેને ગઈકાલે સાંજે દબોચી લીધો છે.તેમજ દારૂની બોટલ આવી આપનાર પત્રકાર ને પણ ઝડપી લેવામાં આવ્યો છે.રાજકોટના સદર બજારમાં આવેલી હોટલ પાર્કઈનમાંથી બુધવારે કુટણખાનાના રેકેટની પર્દાફાશ થયો હતો. આ મામલે હોટલના મેનેજર, રંગરેલીયા માટે ગ્રાહકો શોધી લાવતી એક મહિલા અને એક શખ્સની ધરપકડ કરાઈ હતી.

park inn 1 રાજકોટ હોટલ પાર્કઈનમાં કુટણખાના રેકેટમાં મેનેજર બાદ માલિકની પણ સંડોવણી ખુલતા ધરપકડ

16 વર્ષની તરૂણીને ગોંધી રખાયાની ઘટના મુંબઈની સંસ્થા દ્વારા પ્રકાશમાં આવી હતી. જેની વધુ તપાસ હાથ ધરતા કુટણખાના રેકેટનો પર્દાફાશ થયો હતો. આ તપાસમાંતપાસમાં હોટલના માલિક હિમાંશુભાઇ કૃષ્ણકાંતભાઈ મહેતા (ઉ.વ.૪૩ રહે.ગુરૂકૃપા મકાન, ૩-જ્ઞાનજીવન સોસાયટી, રૈયા રોડ રાજકોટ)ની દેહવ્યાપારના ધંધામાં સંડોવાયો હોવાનું ખુલતા પોલીસે તેની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી હતી.પૂછપરછમાં વિપુલ રાઠોડ નામનો પત્રકાર દારૂની બોટલ લાવ્યો હોય અને તે રૂમ પણ તેના નામે જ બુક હોય પોલીસે વિપુલ રાઠોડ (ઉ.વ.43, રહે. છત્રપતિ શિવાજી ટાઉનશીપ, રેલનગર, રાજકોટ)ની પણ ધરપકડ કરી છે.

આ પહેલા તપાસમાં હોટેલ મેનેજર મેહુલ બેચર ચોટલીયા (ઉ.વ.30, રહે. આત્મન એપાર્ટમેન, ગાંધીગ્રામ)ની પણ સંડોવણી ખુલી હતી. ઉપરાંત આજે હોટેલ માલિકની પણ સંડોવણી હોવાનું સામે આવતા તેમની પણ ધરપકડ કરાઈ છે.દારૂની બોટલ મળ્યા અંગે હોટેલ મેનેજર સામે ગઈકાલે ગુનો નોંધાયો હતો.

રાજકોટઃ કુટણખાનાના ગુનામાં હોટલ પાર્ક-ઇનના મેનેજરની પણ ધરપકડ કરાઈ

આ કેસમાં પોલીસ ખાતા પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે સાંજે મુંબઈના કલ્કિ નામના એનજીઓના સભ્યોએ રાજકોટ સમાજ સુરક્ષા અધિકારીને તેમજ મહિલા પોલીસ મથકે આવી બાતમી આપી હતી કે, સંતોષ નામનો વ્યક્તિ એક સગીરાને વેચવાના પ્રયાસમાં છે. તેણે સગીરાને હોટેલ પાર્કઇનમાં રાખી છે. જેથી પોલીસે એનજીઓના સભ્યો, સમાજ સુરક્ષા, બાળ સુરક્ષા અધિકારીઓને સાથે રાખી દરોડો પાડ્યો હતો અને આખી હોટલનું ચેકીંગ કર્યું હતું. જે દરમિયાન હોટલના રૂમ નં.102માંથી કુટણખાનુ અને રૂમ નં. 405માંથી સગીરા એકલી મળી આવી હતી. ઉપરાંત 204 નંબરના રૂમમાંથી દારૂની એક બોટલ મળી હતી.

rajkot parkinn mane રાજકોટ હોટલ પાર્કઈનમાં કુટણખાના રેકેટમાં મેનેજર બાદ માલિકની પણ સંડોવણી ખુલતા ધરપકડ

કુટણખાના મામલે પોલીસે પૂછપરછ કરતા એક પશ્ચિમ બંગાળની 28 વર્ષીય યુવતીને હોટલ રૂમમાં રાખી દેહ વ્યાપાર કરાવવામાં આવતો હતો. તેણીની પૂછપરછ કરાતા ત્યાં હોટલમાં જ હાજર જયશ્રીબેન મનવીરભાઇ ઉર્ફે મુન્નાભાઇ ચાવડા (ઉ.વ.42, રહે.વિરાટ મેઇન રોડ નાલંદા વિદ્યામંદિરની બાજુમાં સાપરીયાવાળી શેરી નં.3, રાજકોટ, મૂળ આજવા પેટ્રોલપંપ પાસે, વડોદરા) અને પ્રભુદાસ ઉર્ફે દાસભાઇ ચંદુભાઇ કક્કડ (ઉ.વ.56, રહે.રામનગર જયંત કે.જી.સોસાયટી, ગોંડલ રોડ, સીટી રાઇડ બિલ્ડીંગ, મૂળ ગામ કેશોદ, જૂનાગઢ) ગ્રાહક શોધી લાવી ગ્રાહક પાસેથી રૂ.2000 લઈ તેણીને રૂ.500 આપી દેહવ્યાપાર કરાવતા હોવાનું કહ્યું હતું. જેથી તે બન્નેની ધરપકડ કરાઈ હતી.

sago str 9 રાજકોટ હોટલ પાર્કઈનમાં કુટણખાના રેકેટમાં મેનેજર બાદ માલિકની પણ સંડોવણી ખુલતા ધરપકડ