આપઘાત/ વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની બારીમાંથી કુદીને દર્દીએ ટુંકાવ્યું જીવન, આવું છે કારણ

રાજ્યમાં આપઘાતના કેસ સતત વધી રહ્યા છે. કોઈ ઘર કંકાસથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે તો કોઈ બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવી રહ્યા છે.  ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે.

Gujarat Vadodara
A 94 વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની બારીમાંથી કુદીને દર્દીએ ટુંકાવ્યું જીવન, આવું છે કારણ

રાજ્યમાં આપઘાતના કેસ સતત વધી રહ્યા છે. કોઈ ઘર કંકાસથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે તો કોઈ બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવી રહ્યા છે.  ત્યારે આવામાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. આ ઘટના છે વડોદરાની જ્યાં એક દર્દીને હોસ્પિટલમાંથી ઘરે ન જવા દેતા તેની હોસ્પિટલની બિલ્ડીંગ પરથી પડતું મૂકી આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :મોંઘવારી સહન કરવાની કરો તૈયારી, 103 રૂપિયા લિટર સુધી પહોંચ્યુ પેટ્રોલ

આ મામલે મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રતનભાઇ તડવીને બોડેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે ત્યાંથી વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા. બે દિવસથી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી. આ દરમિયાન આજે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળની નાની બારીમાંથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો.

આ પણ વાંચો :ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ આવ્યો સામે, જાણો કેટલો છે ખતરનાક

આ પણ વાંચો :દિલીપ કુમારને મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલ કરાયા દાખલ

ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :રાજ્યની સેશન્સ કોર્ટ સોમવારથી કાર્યાન્વિત, લાંબા સમયથી પડતર કેસની થશે સુનાવણી શરુ

આ પણ વાંચો :રાજય માં હવે એસ.ટી.બસમાં 75 ટકા સિટિંગ કેપેસીટી સાથે મુસાફરી થઈ શકશે