Not Set/ કોરોનાને નષ્ટ કરવા નવાપુરા ગામના લોકો બળિયાદેવના સહારે

શ્રદ્ધા પૂર્ણ કરવા માટે સમગ્ર નિયમોનું ઉલ્લઘંન

Ahmedabad
bbb કોરોનાને નષ્ટ કરવા નવાપુરા ગામના લોકો બળિયાદેવના સહારે

શ્રદ્રાની વાત હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી. પરંતુ ક્યારેક ક્યારેક વધુ પડતી શ્રદ્ધા અંધશ્રદ્ધા તરફ પણ ધકેલી જાય છે. આવી જ એક ઘટના અમદાવાદ જીલ્લાના સાણંદ ગામમાં જોવા મળી. ત્યાંની મહિલાઓએ સાથે મળીને બળિયાદેવની પૂજા કરવાનું નક્કી કર્યુ. તેમના મતે જો બળિયાદેવની પૂજા-અર્ચના કરવામાં આવશે તો કોરોના નષ્ટ થઇ જશે. આ વાત શ્રદ્ધા સુધી હતી ત્યાં સુધી બરોબર પરંતુ તે શ્રદ્ધા પૂર્ણ કરવા માટે સમગ્ર નિયમોનું ઉલ્લઘંન કરવામાં આવે તે યોગ્ય બાબત ના કહેવાય.

કોરોનાકાળ સામે લડવા માટે દરેક વ્યક્તિએ બાંયો ચઢાવી છે. તેના માટે સરકારે અને ખુબ વ્યક્તિ પણ ચુસ્ત નિયમોનું પાલન કરે છે. આવા કપરા સમયમાં મહિલાઓએ બળિયાદેવના મંદિરે જઇને પાણી ચઢાવવાનું શરૃ કર્યુ. તેમનું માનવુ છે કે બળિયાદેવને પાણી ચઢાવવાથી કોરોનાથી મુક્તિ મળશે.

પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર સરપંચ સહિત 23 લોકોને કોવિડ-19ના નિયમોનું ઉલ્લંધન કરવાના આરોપસર પકડવામાં આવ્યા છે. સાણંદ તાલુકાના નવાપુરા ગામમાં 500 મહિલાઓ એક મંદિરના ચકકર લગાવી રહી હતી. એ વિડિયો પણ ખુબ વાયરલ થયો હતો. એટલુ જ નહીં મહિલાઓ સાથે કેટલાક પુરૂષ પણ મંદિરમાં પાણી લઇને પ્રદક્ષીણા કરતા જોવા મળ્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં તો 23 લોકોને પકડવામાં આવ્યા છે. પોલીસ  અધિકારીનું કહેવુ છે કે, ગામડાના લોકોએ કોરોના વાયરસ નાબુદ થઇ જાય એ માટે થઇને આ પ્રકારનું આયોજન કર્યુ છે.

કહેવત તો સાચી જ છે કે દવા અને દુવા બન્ને કામ કરે છે, પરંતુ જો આ રીતે નિયમોને તોડીને કરવામાં આવતી પ્રાથર્ના ખરેખર કામ કરે કે પછી કોરોના વાયરસના આંકડામાં વધારો કરે એ તો કહેવુ મુશ્કેલ છે.