ગુજરાત/ ચોટીલાનાં આ ગામનાં લોકોએ મામલતદારને આ માંગ સાથે આપ્યું આવેદનપત્ર

જેમને આગોતરી હાલ વાવણી કરેલ છે, તેમા રાત્રી દરમ્યાન ખેતીમા વિજળી આપવામા આવે છે અને દિપડાનાં ત્રાસથી ખેડૂતો ખેતરમાં જઇ નથી શકતા. પ્રત્યેક ક્ષણે ખેડૂતોમાં ભય ફેલાયેલો જોવા મળે છે.

Gujarat Others
1 439 ચોટીલાનાં આ ગામનાં લોકોએ મામલતદારને આ માંગ સાથે આપ્યું આવેદનપત્ર

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

જેમને આગોતરી હાલ વાવણી કરેલ છે, તેમા રાત્રી દરમ્યાન ખેતીમા વિજળી આપવામા આવે છે અને દિપડાનાં ત્રાસથી ખેડૂતો ખેતરમાં જઇ નથી શકતા. પ્રત્યેક ક્ષણે ખેડૂતોમાં ભય ફેલાયેલો જોવા મળે છે. તેથી આજે પીપળીયા (ધાધલ) ગામનાં ખેડૂતો ચોટીલા વિજ કચેરી તેમજ ડેપ્યુટી કલેકટર અને મામલદારને આવેદન આપી અને રાત્રે પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને ખેતીની વિજળી દીવસે આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી છે.

1 440 ચોટીલાનાં આ ગામનાં લોકોએ મામલતદારને આ માંગ સાથે આપ્યું આવેદનપત્ર

સુરક્ષા પ્રદાન: આજી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આજે ૩૦૦ થી વધારે વર્કરોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ રસીકરણ

અગાઉ બામણબોર ફીડરમાથી વિજળી આવતી જે દીવસે આવતી હતી પણ એરપોર્ટની કામગીરી શરુ થતા તેમને બીજા ફીડરમાથી વિજળી આપતાં ખેતીની લાઇટોની સમસ્યાઓ ઉભી થઇ છે અને બીજી તરફ દિપડાનો ત્રાસ વધતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસું નજીકમાં હોય જેના કારણે આગોતરું ખેતીમાં વાવેતર ખેડૂતોએ કરેલ છે મગફળી,કપાસ,તુવેર,અને શાકભાજી જેને હાલ પુરતું પાણી ન આપવામા આવે તો પાક નિષ્ફળ જાય તેવી પરિસ્થિતિ ઊભી થવાં પામી છે તો આ વિસ્તારમા દીવસની ખેતીની વિજળી આપવામાં આવે તો દીપડાનો ભય પણ ઓછો રહે અને ખેતરમા વાવણી કરેલ છે તેનુ બિયારણ ખાતરનું નુકશાન ખેડૂતો ને ન થાય.

1 441 ચોટીલાનાં આ ગામનાં લોકોએ મામલતદારને આ માંગ સાથે આપ્યું આવેદનપત્ર

સઘન ઝુંબેશ: મચ્છર ઉત્પતિ સબબ ૨૦૧ બાંઘકામ સાઇટ,૧૪૦ હોસ્પિટલમાં તપાસ, ૧૫૨ બાંઘકામ સાઇટ અને ૯૯ હોસ્પિટલને નોટીસ

વાવાઝોડાં બાદ વિજ સમસ્યાઓનો ચોટીલા તાલુકાના ગામડામાં હજી જોવાં મળે છે અને PGVCL દ્રારા જો રાત્રીની જગ્યાએ દિવસે વિજળી આપે તો હાલ ખેડૂતને મોંઘા બિયારણ લઇને વાવેતર કરેલ છે તે નુકશાનીમાં થી બચા વી શકાય.

kalmukho str 8 ચોટીલાનાં આ ગામનાં લોકોએ મામલતદારને આ માંગ સાથે આપ્યું આવેદનપત્ર