અમરેલી/ બગસરા તાલુકાના આ ગામના વ્યક્તિએ જ સરપંચ પર કર્યો હુમલો, કારણ જાણશો તો..

ગામના જ બે વ્યક્તિઓ આવી અને સરપંચને કહેવા લાગેલા કે અમારે પાણી આવી નથી રહ્યું પીવાનું સરપંચે જણાવ્યું હતું કે ગામમાં વાસમાં યોજનામાં કામગીરીઓ શરૂ છે

Gujarat Others
બગસરા

બગસરા તાલુકાના પીઠડીયા ગામે ગામના જ વ્યક્તિએ ગામના સરપંચ ઉપર હુમલો કર્યા ની ઘટના સામે આવી છે અને આ તમામ બાબતે બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ સરપંચે નોંધાવી છે સમગ્ર હકીકતથી જો વાત કરીએ તો બગસરા તાલુકાના પીઠડીયા ગામે ગ્રામ પંચાયતો દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

દરમિયાન ગામના જ બે વ્યક્તિઓ આવી અને સરપંચને કહેવા લાગેલા કે અમારે પાણી આવી નથી રહ્યું પીવાનું સરપંચે જણાવ્યું હતું કે ગામમાં વાસમાં યોજનામાં કામગીરીઓ શરૂ છે એટલે આજનો દિવસ પાણી નથી આવ્યું પણ કાલથી પાણી રેગ્યુલર થઈ જશે ત્યારે તમામ બાબતને લઈને સામેવાળી વ્યક્તિ ઉશ્કેરાઈને જણાવ્યું કે મારે આજના દિવસે જ પાણી જોઈએ છે અને સરપંચની સાથે બોલા ચાલી થતા સરપંચને પેપરવેટ લઈને માથાના ભાગે છૂટોગા મારતા ઈજા પહોંચી હતી અને સરપંચની સાથે મૂંડમાર માર્યા નું પણ જણાવવામાં આવ્યું છે.

અ 18 બગસરા તાલુકાના આ ગામના વ્યક્તિએ જ સરપંચ પર કર્યો હુમલો, કારણ જાણશો તો..

આ બંને ઈશમો દ્વારા ગ્રામ પંચાયતની અંદર તોડફોડ પણ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં સર્જાઇ હતી તેમજ ગામની અંદર ગ્રામસભા યોજવા જઈ રહી હતી આ ઘટના સર્જાઇ હતી અને સરપંચને માથાના ભાગે એ જ્યાં પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા બગસરા સિવિલ હોસ્પિટલે સારવાર વખતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી સરપંચ અરવિંદભાઈએ બગસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આ પણ વાંચો:માસ્ક ઉતાર્યા વિના પીધું ચરણામૃત, જાણો કોણ છે આ મહાન CM

આ પણ વાંચો: દેશની પ્રથમ નોઝલ વેક્સિનને મંજૂર, ભારત બાયોટેકને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

આ પણ વાંચો:યુથ કોંગ્રેસના નારાજ કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડીશું : વિશ્વનાથસિંહ વાઘેલા