Viral Video/ નકલી મગર સમજી પાણીમાં સેલ્ફી લેવા ગયો શખ્સ, જુઓ પછી શું થયુ

જીવતા મગરને પ્લાસ્ટિક સમજીને એક પ્રવાસીનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો. તે સેલ્ફી લેવા માટે મગર પાસે પહોંચ્યો ત્યારે અચાનક મગરે હુમલો કરી દીધો. મગર અચાનક તેનો હાથ પકડીને તેને પાણીમાં ખેંચી ગયો.

Videos
મગર સાથે સેલ્ફી

ફિલિપાઈન્સમાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં પહોંચેલો શખ્સનો જીવ ત્યારે તાળવે ચોંટી ગયો જ્યારે તે એક જીવતા મગરને પ્લાસ્ટિકનો સમજી બેઠો. સેલ્ફી લેવાની ઘેલછામાં તે મગરની નજીક પહોંચી ગયો અને તે પછી જે થયું તે જોઇ તમે પણ ચોંકી જશો. આ વ્યક્તિ તેના જન્મદિવસ નિમિત્તે એમ્યુઝમેન્ટ પાર્કમાં આનંદ માણવા આવ્યો હતો, પરંતુ તેની એક ભૂલને કારણે બધું જ બગડી ગયું.

આ પણ વાંચો – OMG! / DJ નાં ઘોંઘાટે 63 મરઘીઓનાં લીધા જીવ, Poultry Farm નાં માલિકે નોંધાવી FIR

જીવતા મગરને પ્લાસ્ટિક સમજીને એક પ્રવાસીનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો. તે સેલ્ફી લેવા માટે મગર પાસે પહોંચ્યો ત્યારે અચાનક મગરે હુમલો કરી દીધો. મગર અચાનક તેનો હાથ પકડીને તેને પાણીમાં ખેંચી ગયો. સદનસીબે તે વ્યક્તિનો જીવ બચી ગયો હતો. આ ચોંકાવનારો નજારો જોઈને ત્યાં હાજર દરેક પ્રવાસી પણ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા. ઘટના ફિલિપાઈન્સની છે. અહી એક પ્રવાસી નેહેમિયાસ ચિપડા તેના જન્મદિવસે એક એમ્યુઝમેન્ટ પાર્કમાં મજા માણવા પહોંચ્યો હતો. જ્યારે તે સેલ્ફી લેવા માટે પૂલમાં પ્રવેશ્યો હતો. ત્યાં સુધી પ્રવાસી તે જીવતા મગરને પ્લાસ્ટિકનો નકલી મોડલ માનતો રહ્યો, પરંતુ જેવો તે નજીક પહોંચ્યો કે 12 ફૂટનાં મગરે તેના પર હુમલો કરી દીધો. મગર અચાનક તેનો હાથ પકડીને તેને પાણીમાં ખેંચી ગયો. એક અહેવાલ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે મિ.ચિપડા 10 નવેમ્બરનાં રોજ ફિલિપાઈન્સનાં કાગયાન ડી ઓરો શહેરમાં અમાયા વ્યૂ એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાતે હતા. જ્યારે તે મગર સાથે સેલ્ફી લેવા માટે એક હાથમાં ફોન લઈને પૂલમાં પ્રવેશ્યો ત્યારે પ્રાણીએ તેનો ડાબો હાથ પકડીને તેને પાણીમાં ખેંચી લીધો.

આ પણ વાંચો – ગજબ છે હો… / આ વકીલે વેડિંગ કાર્ડમાં જ લખવી દીધું મેરેજ એક્ટ અને બંધારણની કલમો, જુઓ તમે પણ

આ ઘટનાને દર્શક રોજેલિયો પાલમિસા એન્ટિગાએ કેમેરામાં કેદ કરી હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે બાદ આ વીડિયો વાયરલ થયો હતો. ઘટના સમયે ત્યાં હાજર લોકોનાં જણાવ્યા અનુસાર, આ દરમિયાન નેહેમિયાસ થોડા સમય સુધી પીડાથી રડતો રહ્યો. પરંતુ મગરની પકડ ઢીલી પડતાં જ તે કોઈક રીતે તેના ચુંગલમાંથી છટકી જવામાં સફળ રહ્યો હતો. આ હુમલામાં નેહેમિયાસ ખરાબ રીતે ઘાયલ થયો હતો. તેનો હાથ મગર દ્વારા ખરાબ રીતે ચાવવામાં આવ્યો હતો. ડેઈલી મેઈલ અનુસાર, નેહેમિયાસ ચિપડા સદનસીબે મગરનાં ચુંગલમાંથી બચવામાં સફળ રહ્યો. હુમલા પછી તુરંત જ લીધેલા ફોટામાં તે જમીન પર પડેલો જોવા મળ્યો હતો, તેનો ડાબો હાથ લોહીથી લથપથ અને બાંધેલો દેખાય છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેના ડાબા હાથ પર સર્જરી કરવામાં આવી. હાલમાં, ચિપડાને ઉત્તરી મિંડાનાઓ મેડિકલ સેન્ટરમાં સારવાર આપવામાં આવી રહી છે. વળી, પીડિતા અને તેના પરિવારે આ ઘટના માટે એમ્યુઝમેન્ટ પાર્કને જવાબદાર ઠેરવ્યું છે.