દુર્ઘટના/ ચીનમાં કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહેલું વિમાન ક્રેશ, 133 મુસાફરો હતા સવારના

ચીનનું બોઈંગ 737 કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન પર્વત સાથે અથડાયું છે.

Top Stories World
વિમાન ક્રેશ

ચીનમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. જણાવવા માંગુ છું કે ચીનમાં એક વિમાન ક્રેશ થયું છે. આ પ્લેનમાં 133 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં કેટલા લોકો બચી ગયા છે અથવા કેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તે અંગે કોઈ અપડેટ બહાર આવ્યું નથી.

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ચીનનું બોઈંગ 737 કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન પર્વત સાથે અથડાયું છે. અકસ્માતના પગલે ડુંગરાળ વિસ્તારમાં આગ ફાટી નીકળી હતી.

નોંધનીય છે કે રાજ્ય પ્રસારણકર્તા ‘CCTV’ અનુસાર, પ્લેન ‘China Easton 737’ ટેંગ કાઉન્ટીના વુઝોઉ શહેરની નજીક ક્રેશ થયું હતું. પ્રસારણકર્તાના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં જાનહાનિ અંગે કોઈ તાત્કાલિક માહિતી આપવામાં આવી નથી. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ટીમ દ્વારા બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુનાન પ્રાંતના Kunming શહેરના Changshui એરપોર્ટ પરથી 1.15 કલાકે ઉડાન ભરી હતી. તે 3 વાગ્યા સુધીમાં Guangdong પ્રાંતના Guangzhou પહોંચવાનું હતું, પરંતુ તે પહેલા જ અકસ્માત થયો હતો.

ન્યૂઝ એજન્સી Xinhua ના જણાવ્યા અનુસાર બચાવ ટીમો હવે ઝડપથી તે જગ્યાએ જઈ રહી છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન માત્ર સાડા છ વર્ષનું હતું. જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી.

બોઇંગ 737 ટૂંકા અને મધ્યમ અંતરની હવાઈ મુસાફરી માટે સારું વિમાન માનવામાં આવે છે. તે જ સમયે, ચાઇના ઇસ્ટર્ન ચીનની ત્રણ મુખ્ય એરલાઇન્સ કંપનીઓમાંથી એક છે.

એવિએશન સેફ્ટી નેટવર્ક અનુસાર, ચીનમાં છેલ્લી વખત આવો મોટો અકસ્માત 2010માં થયો હતો. જ્યારે Embraer E-190 ક્રેશ થયું હતું. વિમાનમાં 96 લોકો સવાર હતા, જેમાંથી 44ના મોત થયા હતા. આ દુર્ઘટના ઓછી વિઝિબિલિટીના કારણે થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

આ પહેલા સોમવારે દિલ્હીથી કતર એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન દોહા જઈ રહ્યું હતું. તેમાં 100 જેટલા મુસાફરો સવાર હતા. બાદમાં મુસાફરોને અન્ય પ્લેન દ્વારા દોહા મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રશિયા – યુક્રેનના જંગ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જશે પોલેન્ડ, વ્હાઇટ હાઉસે કરી પૃષ્ટિ

આ પણ વાંચો : યુક્રેનની ચોથા ભાગની વસ્તી હવે શરણાર્થીઓ છે, મોટાભાગની સ્ત્રીઓ અને બાળકો

આ પણ વાંચો : રશિયામાં અછતના ડરથી કોન્ડોમનું વેચાણ 170 ટકા વધ્યું, કિંમતોમાં 50 ટકા સુધીનો ઉછાળો

આ પણ વાંચો :ઢાકાના ઈસ્કોન મંદિર પર હુમલા અંગે બાંગ્લાદેશ સરકારે કહ્યું- દોષિતો સામે કડક થશે કાર્યવાહી