Cricket/ પોલાર્ડે 6 બોલમાં ફટકારી 6 સિક્સર, યુવરાજનાં રેકોર્ડની કરી બરાબરી

એન્ટિગામાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટી-20 મેચમાં વિન્ડિઝનાં કેપ્ટન કીરોન પોલાર્ડે એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

Trending
Mantavya 49 પોલાર્ડે 6 બોલમાં ફટકારી 6 સિક્સર, યુવરાજનાં રેકોર્ડની કરી બરાબરી
  • T20માં છ બોલમાં છગ્ગાના રેકોર્ડની બરોબરી
  • વેસ્ટ ઇન્ડીઝના પોલાર્ડે યુવરાજના રેકોર્ડની કરી બરોબરી
  • શ્રીલંકાના ધનંજયની બોલિંગમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા
  • યુવરાજે ટી20 વિશ્વકપમાં બ્રોડને ફટકારી હતી છ સિક્સ
  • હર્ષેલ ગિબ્સના નામે છે વન-ડેમાં છ બોલમાં છ સિક્સનો રેકોર્ડ

એન્ટિગામાં શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટી-20 મેચમાં વિન્ડિઝનાં કેપ્ટન કીરોન પોલાર્ડે એક ઓવરમાં 6 સિક્સર ફટકારીને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સાથ તે ટી-20 મેચમાં 6 સિક્સર ફટકારનાર પ્રથમ કેરેબિયન ખેલાડી પણ બન્યો છે.

Cricket / ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં અશ્વિન તોડી શકે છે મોટો રેકોર્ડ, જાણો કયો?

પોલાર્ડે શ્રીલંકાનાં સ્પિન બોલર અકિલા ધનંજયની એક ઓવરમાં સતત છ સિક્સર ફટકારી છે. પરિણામે, તે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર પ્રથમ કેરેબિયન ખેલાડી અને યુવરાજ સિંહ પછી ટી-20 ક્રિકેટમાં આવું કરનાર બીજો ખેલાડી બની ગયો છે. આપને જણાવી દઇએ કે, યુવરાજ સિંહે 2007 માં ટી-20 ક્રિકેટમાં આ પરાક્રમ કર્યો હતો. જો કે, તે પછી દક્ષિણ આફ્રિકાનાં હર્ષેલ ગિબ્સે પણ વર્ષ 2007 માં વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 6 સિક્સર ફટકારી હતી. જે પછી પોલાર્ડનું નામ હવે આ સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે.

વળી, જો આ મેચની વાત કરવામાં આવે તો, ત્રણ મેચની ટી-20 સીરીઝની પહેલી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા વિન્ડિઝને 132 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં વિન્ડિઝે પોલાર્ડનાં 6 સિક્સરની મદદથી 4 વિકેટે સરળતાથી મેચ જીતી લીધી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ