ભાવનગર/ મહુવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે, ડોક્ટર અને સ્ટાફના બદલે પટાવાળા કરે છે સારવાર

મહુવાના ગ્રામમ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ડોકટરો અને સ્ટાફની અનિમિતતા ને કારણે પટ્ટાવાળા દ્વારા ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

Gujarat Others
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એન્ડ વેલનેસ સેન્ટરમાં ડોક્ટરો અને સ્ટાફની અનિયમિતતાના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે. એટલું જ નહીં પરંતુ સ્ટાફ નિયમિત ના આવતા આ સેન્ટરો હાલતો પટાવાળાના ભરોસે ચાલી રહ્યા છે. તો આ અંગે વારંવાર ફરિયાદ મળતા મંતવ્ય ન્યુઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી.. જેમાં મોટાભાગના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર તાળા જોવા મળ્યા હતા. તો કેટલીક જગ્યાએ ડોક્ટર અને સ્ટાફ ગેરહાજર રહેતા પટ્ટાવાળાઓ દર્દીને સારવાર આપતા હોવાનું સામે આવ્યું છે.

આ બાબની સતત ફરીયાદો થતા મહુવા ,તલગાજરડા,અને બેલમપર કળસાર ગામો ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ની મુલાકાત લેવા માં આવી જેમા મોટા ભાગના ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર તાળા જોવા મળયા હતા. જયારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી તો ત્યાં ડોકટર અને સ્ટાફ જોવા મળયા ન હતા. માત્ર પટ્ટાવાળાઓ દ્વારા જ દર્દી ને સારવાર આપવા માં આવતી હતી. તેમ બેલમપર માં આરોગ્ય કેન્દ્ર માત્ર પટ્ટા વાલા બેડ ઉપર મોબાઈલ થી મોજ માણી રહ્યા હતા. જેમા ડોકટર તપાસ કર્યા વગર દર્દીને દવા આપવામા આવતી અને એ પણ ફારમાસીસ વગર જયારે પટ્ટા વાળે પુછપરછ કરવામાં આવી તો ડોકટરનો લુલો બચાવ કરતા સાહેબ પર્સનલ કામ માટે બહાર ગયા છે . તે  અમારા અધિકારી છે અમે એને કંઈ ના પૂછી શાકયે તેવુ જણાવેલ .

જે બાદ મહુવા તાલુકા હેલ્થ ઓફીસ પર ઓફિસર નો સંપર્ક કરવા ની કોશિશ કરી ત્યારે મહુવા ઓફિસ પર અન્ય અધીકાર ઓ ને પુછ્યુ કે હેલ્થ ઓફિસર કનજરયા સાહેબ કયા છે તો એક કર્મચારી એ જવાબ આપ્યો કે સાહેબ ભાવનગર મીટીંગ માં ગયા છે ત્યારે ત્યાં અન્ય કર્મચારી મહીલા હતા તે એ કહ્યું કે સાહેબ જેસર ઓફિસ પર ગયા છે ત્યારે આ વાત મંતવ્ય ન્યુઝ ચેનલ ને હંજમ ન થતાં કનજરીયા સાહેબ ને ફોન કર્યો ત્યારે સાહેબ એ કહ્યું કે હું તો રજા પર છું પણ સાહેબ રજા પર તેની ઓફિસમાં પંખા ટ્યુબ લાઈટ શરૂ હતા.

જ્યારે ગુજરાત સરકાર દ્વારા વિજળી બચાવવા માટે અપીલ કરી રહ્યા છે ત્યારે મહુવા તાલુકાના હેલ્થ ઓફિસ મા જ વિજળી નો દુરૂપયોગ થયરહયો છે ત્યારે જોવા નુ એ રહ્યું કે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા આવશે કે કેમ હોતાં હૈ ને ચાલતાં હૈ.

આ પણ વાંચો:જાણો જ્ઞાનવાપીનો સમગ્ર વિવાદ, પહેલો કેસ નોંધાયો ત્યારથી શું થયું?

આ પણ વાંચો:જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાનો દાવો કેટલો સાચો? જાણો કોર્ટ કમિશનરે શું કહ્યું

આ પણ વાંચો: BJPના દિગ્ગજ નેતાઓએ આપી સૂચના, કહ્યું- SC અને ST પ્રભાવિત બેઠક પર…