ICC Worldcup 2023/ વર્લ્ડકપમાં આ ટીમો સેમી ફાઈનલમાં ટકરાય તેવી સંભાવના

વર્લ્ડકપ-2023ની સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે રમાઈ શકે. જો લાસ્ટ-4માં ન્યુઝીલેન્ડને બદલે પાકિસ્તાન આવે તો 16 નવેમ્બરે કોલકત્તાના ઇડનગાર્ડનમાં મેચ રમાવાની સંભાવના છે.

India Sports
YouTube Thumbnail 68 વર્લ્ડકપમાં આ ટીમો સેમી ફાઈનલમાં ટકરાય તેવી સંભાવના

વર્લ્ડકપ-2023માં ભારતે અત્યાર સુધી પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તમામ મેચોમાં ભારતે જીત મેળવતા પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનની દાવેદારી નિશ્ચિત કરી છે. સેમીફાઈનલમાં કઈ-કઈ ટીમોનો સામનો થશે તે લગભગ નક્કી થઈ ગયું છે. ભારત ચોથા ક્રમાંક પરની ન્યુઝીલેન્ડ સામે સેમીફાઈનલમાં રમી શકે છે. પરંતુ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ જો સારો સ્કોર નોંધાવે તો સેમીફાઈનલમાં પ્રવેશવાનો રસ્તો બનાવી શકે છે.

ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ 2023માં ફાઈનલ 4ની ટિકિટ પહેલાથી જ કન્ફર્મ કરી લીધી હતી, પરંતુ હવે સેમિફાઈનલમાં કોની સામે તેનો સામનો કરવાનો છે તે પણ લગભગ નક્કી થઈ ગયું છે. આ ટીમ ન્યુઝીલેન્ડ છે. વર્લ્ડ કપ 2023ની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે અને બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે રમાશે. જ્યારે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમાશે.

ન્યુઝીલેન્ડની ભારત સામે હાર થઈ છે છતાં શ્રીલંકા સામે મોટી જીત નોંધાવતા સેમીફાઈનલમાં પોતાની દાવેદારી નિશ્ચિત કરી છે. ન્યુઝીલેન્ડ પાસેથી આ સ્થાન પાકિસ્તાન અને અફઘાનિસ્તા છીનવી શકે છે. પરંતુ તેની સંભાવના બહુ ઓછી દેખાય છે. પાકિસ્તાન તેમની છેલ્લી મેચો 287 રને જીતે અને અફઘાનિસ્તાન 438 રનનો સ્કોર નોંધાવે તો અને તો જ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડના પ્રવેશને અટકાવી શકે છે. આમ બનવું અશક્ય લાગે છે તે મુજબ મોટાભાગે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જ વર્લ્ડકપની સેમીફાઈનલ રમાશે. જ્યારે

વર્લ્ડકપ-2023ની સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે રમાઈ શકે. જો લાસ્ટ-4માં ન્યુઝીલેન્ડને બદલે પાકિસ્તાન આવે તો 16 નવેમ્બરે કોલકત્તાના ઇડનગાર્ડનમાં મેચ રમાવાની સંભાવના છે. વાનખેડે સ્ટેડિયમમાં ભારતે 21 મેચ રમી છે જેમાંથી મોટાભાગે જીત મેળવી છે. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલ 21 મેચમાં 9માં હાર અને 12માં ભારતે જીત નોંધાવી છે. જ્યારે ન્યુઝીલેન્ડે આ મેદાન પર રમાયેલ 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. આ રીતે ભારત અને ન્યુઝીલેન્ડ બંને માટે સેમીફાઈનલનું પલ્લુ સમાન રહેશે.

વર્લ્ડ કપ 2023ની અન્ય તમામ મેચોની જેમ, તમે ટીમ ઈન્ડિયાની આ સેમીફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ થશે. તેમજ લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની + હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે. સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચની ટિકિટ ખરીદવા માટે તમે  https://tickets.cricketworldcup.com વેબસાઇટ પરથી ખરીદી શકો છો. ટિકિટ ખરીદવા માટે આ સત્તાવાર વેબસાઇટ છે.


whatsapp ad White Font big size 2 4 વર્લ્ડકપમાં આ ટીમો સેમી ફાઈનલમાં ટકરાય તેવી સંભાવના

આ પણ વાંચો : Accident/ મુંબઈમાં હાઈસ્પીડ કાર અને 6 વાહનોનો મારી ટક્કર, ત્રણ લોકોના મોત

આ પણ વાંચો : Air Polluction/ દિલ્હીવાસીઓની સુધરી દિવાળી, વરસાદનું આગમન થતા AQI સ્તરમાં થયો ઘટાડો

આ પણ વાંચો : Share Market/ ધનતેરસના દિવસ શેરબજાર ધડામ, સેન્સેક્સ અને નિફ્ટીની ઘટાડા સાથે શરૂઆત