Not Set/ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટને સોનિયા ગાંધીને પત્ર લખીને સિદ્વુ અંગે નારાજગી વ્યકત કરી

જો પક્ષના જૂના નેતાઓની અવગણના કરવામાં આવશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીની કામગીરીને અસર થઈ શકે છે.

Top Stories
sonia 123 પંજાબના મુખ્યમંત્રી કેપ્ટને સોનિયા ગાંધીને પત્ર લખીને સિદ્વુ અંગે નારાજગી વ્યકત કરી

નવજોત સિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસની સુકાન સોંપવામાં આવશે તેવી અટકળો વચ્ચે મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિહે  પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધુને પ્રમોશન મળવાની સંભાવના અંગે વાંધો વ્યક્ત કરતા પંજાબના મુખ્યમંત્રીએ પત્રમાં કહ્યું છે કે, જો પક્ષના જૂના નેતાઓને અવગણના કરવામાં આવશે તો આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં પાર્ટીની કામગીરીને અસર થઈ શકે છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહને સિદ્વુને સુકાન સોપાય તેમાં તે નારાજ થયાં છે તેવો ઉલ્લેખ કરતો પત્ર  કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને લખ્યો છે .  એક પ્રેશરનું વાતાવરણ ઉભુ કરીને અન્ય ધારાસભ્યોને પરોક્ષ રીતે બગાવત કરી શકે છે તેવી ચેતવણી પણ આપી છે. છેલ્લા ઘણા સમયથી પંજાબમાં આંતર કલહ તેની પરાકાષ્ઠાએ પહોચ્યું હતું તેના માટે કોંગેસ હાઇકમાન્ડે એક સમિતિ રચીને સમાધાન ફોર્મ્યુલા અપનાવ્યો હતો પરતું સ્થિતિ એટલી ગંભીર થઇ ગઇ કે કેપ્ટનને સિદ્વુને સુકાન પસંદ નથી આવ્યો ,આવનાર સમયમાં શું સ્થિતિ થશે તે જોવાનું રહેશે, આગામી વર્ષમાં પંજાબમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે એટલે પાર્ટી આતંર કલહ અને વિખવાદને પતાવટની ગણિતમાં છે પરતું હાલ સ્થિતિ સરળ બને તેમ લાગતું નથી.