Not Set/ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બાબતે RBIની મોટી જાહેરાત, 1 જૂનથી બદલાશે નિયમ

દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તમામ બેંક ખાતા ધારકો નાણાંકીય વ્યવહારો માટે હવે બેંક પર જવાને બદલે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન વધારે પ્રિફર કરી રહ્યા છે. ત્યારે RBI દ્રારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બાબતે મોટી જાહેરાત કરવામાં આવી છે. RBI ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમમાં ફેરફાર કરી રહ્યું છે.  અને આ નવો નિયમ 1લી જૂનથી […]

Top Stories India Business
RBI ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બાબતે RBIની મોટી જાહેરાત, 1 જૂનથી બદલાશે નિયમ

દેશમાં જ્યારે ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તમામ બેંક ખાતા ધારકો નાણાંકીય વ્યવહારો માટે હવે બેંક પર જવાને બદલે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન વધારે પ્રિફર કરી રહ્યા છે. ત્યારે RBI દ્રારા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન બાબતે મોટી જાહેરાત કરવામાં આવી છે. RBI ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમમાં ફેરફાર કરી રહ્યું છે.  અને આ નવો નિયમ 1લી જૂનથી લાગુ પણ કરવામાં આવશે. ત્યારે શું છે આ નવો નિયામો અને આ નિયમમાં પરિવર્તનથી શું અસરો જોવા મળશે ગ્રહાકો પર.

611934 rs2000note 1 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બાબતે RBIની મોટી જાહેરાત, 1 જૂનથી બદલાશે નિયમ
national-rbi-announces-new-rules-exchange-damaged-rs-2000-200-notes

ચાલો જાણીએ કયા નિયમમાં શું કરવામાં આવ્યો ફેરફાર અને તેનાથી ગ્રહાકોને ફાયદો થશે કે નુકશાન…

RTGSની સમય મર્યાદામાં RBIએ કર્યો વધારો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્રારા સામાન્ય માણસને રાહત આપવા માટે RTGS એટલે કે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટથી પૈસા મોકલવા કે મંગાવવાનાં સમયને બદલવામાં આવી રહ્યો છે. RTGSની સમય મર્યાદામાં RBI દ્રારા ફેરફાર કરવામાં આવી રહ્યો છે.પહેલા RTGSનો સમય સવારે 10.00 થી  બપોરે 04.30 રાખવામાં આવેલો હતો. તો હાલ સમયને બદલી હવે 10 થી 06.00 કરી નાખવામાં આવ્યો છે. આ ફેરફારથી ગ્રાહકોને પૈસાની લેવડદેવડમાં 01.30 કલાક જેટલો વધુ સમય મળશે. અને આ નિયમની અમલાવરી 1 જુનથી જ કરી દેવામાં આવશે.

RTGS ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બાબતે RBIની મોટી જાહેરાત, 1 જૂનથી બદલાશે નિયમ

 

આપને જણાવી દઇએ કે RTGS સિસ્ટમ હેઠળ પૈસા ટ્રાન્સફરનું કામ તરંત જ થાય છે. RTGS મુખ્યત્વે મોટી રકમની લેવડદેવડ માટે ઉપયોગી છે. તો સાથે સાથે ખાતાથી ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનો સૌથી સરળ અને ઝડપી ઉપાય પણ છે. RTGS હેઠળ હાલ ઓછામાં ઓછા 2 લાખ  અને વધુમાં વધુ ગમે તેટલી રકમ મોકલી કે મંગાવી શકાય છે.  જો કે  રવિવાર અને જાહેર રજાનાં દિવસે આ સુવિધા ઉપલબ્ધ નથી હોતી. RTGSનો ઉપયોગ ઓનલાઇન અને બેંક શાખાઓ દ્વારા થઈ શકે છે.

mahio 4 ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બાબતે RBIની મોટી જાહેરાત, 1 જૂનથી બદલાશે નિયમ

RTGS સિવાય, એક ખાતામાંથી બીજા ખાતામાં તતકાળ પૈસા મોકલવા કે મેળવવા માટે બીજા બે લોકપ્રિય માધ્યમો પણ છે. એક NEFT અને બીજું IMPS . NEFTમાં ટ્રાન્સફર માટે  રમકની કોઇ મર્યાદા નથી હોતી. NEFT માટે ફંડ સેટલમેન્ટ સાયકલ સામાન્ય રીતે 8 થી સાંજના 7 વાગ્યા સુધીના કામનાં કલાકો હોય છે. શનિવારે 5 કલાક એટલે કે સવારે 8 થી બપોરે 1 વાગ્યા આ સુવિધા ઉપલ્બધ હોય છે. પરંતુ NEFT અને IMPS,  RTGS નાં પ્રમાણમાં વધારે ખર્ચાડ હોવાથી મોટી રકમનાં ટ્રાન્સફર માટે RTGS સૌથી સરળ અને સસ્તો રસ્તો છે.