Not Set/ રૂપાણી સરકાર ઓગસ્ટના પગાર સાથે 464 કરોડનું એરિયર્સ ચૂકવશે

જ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ અને પેન્શનરોને  ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો

Gujarat Others
Untitled 277 રૂપાણી સરકાર ઓગસ્ટના પગાર સાથે 464 કરોડનું એરિયર્સ ચૂકવશે

    રાજય માં આ વખતે  કોરોના ના ની મહામારી બધાને નદી હતી અનેક વર્ગને કોરોના મહામારીની અસર થઇ હતી . ત્યારે હવે કોરોના કેસ ઘટતા  સરકાર દ્વારા  સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે.   જેમા રાજ્ય સરકારના અને પંચાયતના 9 લાખ 61 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ પેન્શનરોને મોંઘવારી ભથ્થાના ઓક્ટોબર -2019થી ડિસેમ્બર 2019 સુધીના 3 મહિનાના બાકી રૂપિયા 464 કરોડની એરિયર્સની રકમ ચૂકવાશે. રૂપાણી સરકારે આ અંગે નો મહત્વનો નિર્ણય લીધો છે . કર્મચારીઓને ઓગસ્ટ માસના પગાર સાથે જ ચૂકવવામાં આવશે.

આ પણ વાંચો :  પીવી સિંધુએ સેમિફાઇનલમાં મેળવ્યો પ્રવેશ, મેડલથી હવે એક જીત દૂર

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્ય સરકારના ૦૯ લાખ ૬૧ હજારથી વધુ અધિકારીઓ અને પેન્શનરોને  ૫% મોંઘવારી ભથ્થું આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. આ મોંઘવારી ભથ્થુ જાન્યુઆરી-૨૦૨૦ થી દર માસે પગાર સાથે ચુકવવામાં આવી રહેલ છે.  માસના મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ રાજ્યના કર્મચારીઓ તથા પેન્શનરોને ચુકવવાનો નિર્ણય કર્યો હતો.

આ પણ વાંચો :રાજ્ય સરકાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ, લગ્ન માટે મહત્તમ 150 વ્યક્તિઓની જ મંજૂરી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે પરામર્શ કર્યા બાદ અધિકારી, કર્મચારીઓ, પેન્શનરો રાજ્ય સરકાર દ્વારા આ બાકી મોંઘવારી ભથ્થાના તફાવતની રકમ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાતમાં પગારપંચનો લાભ મેળવતાં રાજ્ય સરકારના તથા પંચાયતના અધિકારીઓ , કર્મચારીઓ , પેન્શનરોને ઓક્ટોબર-૨૦૧૯ થી ડિસેમ્બર-૨૦૧૯ સુધી એમ ત્રણ મહિનાના મોંઘવારી ભથ્થાના આ એરીયર્સની રકમ ઓગસ્ટ માસના પગારની સાથે ચુકવાશે.