IND vs ENG/ બીજા દિવસની રમત ઈંગ્લેન્ડનાં નામે રહી, જો રૂટે કેપ્ટન ઇનિંગ રમતા ફટકારી સદી

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી બીજા દિવસની મેચ પૂરી રીતે ઈંગ્લેન્ડ તરફ રહી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 8 વિકેટે 423 રન બનાવ્યા હતા.

Sports
ઈંગ્લેન્ડની

ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલી બીજા દિવસની મેચ પૂરી રીતે ઈંગ્લેન્ડ તરફ રહી હતી. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 8 વિકેટે 423 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે ભારત ઉપર 345 રનની લીડ મેળવી લીધી છે. કેપ્ટન રૂટે ઈંગ્લેન્ડ માટે શાનદાર ઇનિંગ રમી છે. રૂટ 121 રન કર્યા બાદ આઉટ થયો હતો. જ્યારે ક્રેગ ઓવરટન અને રોબિન્સન અણનમ રહીને પેવેલિયન પરત ફર્યા હતા. બીજા દિવસની રમત પૂરી થાય તે પહેલા સિરાજે સેમ કરનને આઉટ કરીને ભારતને 8 મી સફળતા અપાવી હતી. કરન 15 રન બનાવી આઉટ થયો હતો. ઈંગ્લેન્ડે ભારત ઉપર અત્યાર સુધી 345 રનની મોટી લીડ મેળવી છે.

1 275 બીજા દિવસની રમત ઈંગ્લેન્ડનાં નામે રહી, જો રૂટે કેપ્ટન ઇનિંગ રમતા ફટકારી સદી

આ પણ વાંચો – IND vs ENG / એવુ તે શું થયુ કે રોહિત અને કોહલી પર ભડક્યા ઈન્ઝમામ-ઉલ-હક?

અગાઉ, ઈંગ્લેન્ડે સવારે 120 રનમાં વિના નુકશાને શરૂઆત કરી હતી કારણ કે હસીબ હમીદ 130 બોલમાં 11 ચોક્કા સાથે 60 રન અને રોરી બર્ન્સે 125 બોલમાં પાંચ ચોક્કા અને એક છક્કા ની મદદથી 52 રન બનાવ્યા હતા. પરંતુ બંને બેટ્સમેન આજે માત્ર 15 રન ઉમેરી શક્યા અને શમીએ બર્ન્સને બોલ્ડ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી. બર્ન્સ 153 બોલમાં છ ચોક્કા અને એક છક્કાની મદદથી 61 રન બનાવી આઉટ થયો હતો. જો કે ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જો રૂટે શાનદાર બેટિંગ કરી હતી. ઈંગ્લેન્ડનાં કેપ્ટન રૂટની ઇનિંગ્સ યાદગાર રહી હતી. રૂટે તેની ટેસ્ટ કારકિર્દીની 23 મી સદી ફટકારી હતી અને 121 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. ઈંગ્લેન્ડનાં કેપ્ટનને આઉટ થયા બાદ મોઈન અલી પણ લાંબા સમય સુધી ક્રિઝ પર રોકાઈ શક્યો ન હતો અને જાડેજાનાં બોલ પર કેચ આઉટ થયો હતો. વળી, અલીએ પણ ઈંગ્લેન્ડનાં ખાતામાં 8 રન ઉમેર્યા હતા. બુમરાહે બોલિંગ કરીને રૂટની ગતિ રોકી હતી. ઈંગ્લેન્ડનાં કેપ્ટન જો રૂટની સેન્ચુરીની ઇનિંગ્સ શાનદાર રહી હતી. રૂટનાં બેટથી ચોક્કા અને છક્કાનો વરસાદ થતો જોવા મળ્યો હતો.

1 276 બીજા દિવસની રમત ઈંગ્લેન્ડનાં નામે રહી, જો રૂટે કેપ્ટન ઇનિંગ રમતા ફટકારી સદી

આ પણ વાંચો – IND vs ENG / પૂજારાના ખરાબ પ્રદર્શન પર ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનનો કટાક્ષ

જો રૂટની ઇનિંગનાં આધારે ઈંગ્લેન્ડની ટીમ 345 રનની લીડ મેળવવામાં સફળ રહી છે. ભારત વિરુદ્ધ ટેસ્ટમાં રૂટની આ 8 મી સદી છે. રૂટ ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. સાથે જ બેમીસ્ટો અને બટલરને આઉટ કરવામાં શમી સફળ થયો છે. બેયરસ્ટો 29 રન અને બટલર 7 રન બનાવી શમીનો શિકાર બન્યો છે. રૂટનાં આઉટ થયા બાદ તુરંત જ જાડેજાએ મોઈન અલી (8) ને આઉટ કરીને ઈંગ્લેન્ડને સાતમો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ સિરાજે સ્ટમ્પનાં થોડા સમય પહેલા જ 30 બોલમાં બે ચોક્કાની મદદથી 15 રન બનાવનાર સેમ કરનને આઉટ કર્યો હતો.