રાજકોટ/ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો

મહત્વનુ છે કે આજની શરૂ થયેલી પરીક્ષામાં બીએ, બીબીએ, બીસીએ, બીકોમ સેમેસ્ટર 3 સહિત 22 પરીક્ષાનો સમાવેશ થાય છે અને આગામી 10 દિવસ સુધી 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે

Gujarat
Untitled 52 2 આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો

રાજય માં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી . જેમાં ઘણા લોકો કોરોનમાં મૃત્યુ પામ્યા હતા . તેમજ સરકાર દ્વારા રાજ્યમાં લોકડાઉન લગાવીઓ દેવામાં આવ્યું હતું. જે અંતગ્રત અનેક કોલેજો તેમજ શાળાઓની પરીક્ષાઓ મોકૂફ રાખવામા આવી હતી. જે હવે કોરોના કેસ ઘટતા રાબેતા મુજબ શરૂ કરાયા છે. જે અંતર્ગત હવે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ  કરવામાં આવ્યો છે .

આ પણ વાંચો :લખનઉ / અખિલેશ યાદવનો પરિવાર કોરોનાની ઝપેટમાં… પત્ની ડિમ્પલ યાદવ અને પુત્રીનો રિપોર્ટ પોઝિટિવ

 મહત્વનુ છે કે આજની શરૂ થયેલી પરીક્ષામાં બીએ, બીબીએ, બીસીએ, બીકોમ સેમેસ્ટર 3 સહિત 22 પરીક્ષાનો સમાવેશ થાય છે અને આગામી 10 દિવસ સુધી 60 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે .

આ પણ વાંચો :ndia / Omicron એ સરકારનું ટેન્શન વધાર્યું, PM મોદી કાલે અધિકારીઓ સાથે કરશે બેઠક

જેમાં બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષાને બાદ કરતા તમામ 21 પરીક્ષાનો સમય 3થી 5.30 સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે બીકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા સમય 10.30થી 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજથી શરૂ થતી પરીક્ષામાં 58,059 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેમની બેઠક વ્યવસ્થા કોવિડ ગાઈડલાઇન મુજબ કરવામાં આવી છે.તેમજ  ચુસ્ત રીતે તેમનું પાલન પણ કરવામાં આવશે .