Not Set/ દેશમાં બીજી લહેર શાંત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60,471 નવા કેસ

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની બીજી લહેર શાંત થઇ રહી હોય તેવા આંકડાઓ થઇ રહ્યા છે.

Top Stories India
1 449 દેશમાં બીજી લહેર શાંત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60,471 નવા કેસ

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની બીજી લહેર શાંત થઇ રહી હોય તેવા આંકડાઓ થઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,471 નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. વળી આ સમયગાળામાં 2,726 લોકોનાં મોત થયા છે.

રાજકારણ / કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોંગ્રેસને NCP અને શિવસેના કરતા નબળી ગણાવી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી, ભારતમાં કોરોનાનાં કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી લહેરની ટોચ પર, એટલે કે મે મહિનાની શરૂઆતમાં, દૈનિક નોંધાયેલા કેસો 4 લાખને પાર કરી ગયા હતા, જે હવે 60,000 ની નજીક પહોંચી ગયા છે. છેલ્લા અઠવાડિયામાં કેટલાક રાજ્યોએ તેમના મૃત્યુનાં આંકડામાં સુધારો કર્યો છે, જે પછી મૃત્યુની સંખ્યામાં વધારો થયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 60,471 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. આ 75 દિવસમાં સૌથી ઓછી સંખ્યા છે. આ અગાઉ 29 માર્ચે દેશમાં કોરોનાનાં દૈનિક કેસોમાં સૌથી નીચલા સ્તરને પાર કરી ગયો હતો. 29 માર્ચે 56,211 કેસ નોંધાયા હતા. 4 મેએ દેશમાં 4.14 લાખનાં ઉચ્ચતમ સ્તરને પાર કરી ગયો હતો.

રાજકારણ / પ.બંગાળ રાજ્યપાલ સાથેની સુવેન્દુ અધિકારીની બેઠકમાં ઘણા નેતાઓ ગેરહાજર, અટકળો શરૂ

હાલમાં દેશમાં સતત 8 માં દિવસે કોવિડ-19 નાં નવા કેસોની સંખ્યા દેશમાં એક લાખથી ઓછી થઇ ગઇ છે. આ સાથે, દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,95,70,881 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો થતાં મંગળવારે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 2,726 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પહેલા સોમવારે વાયરસને કારણે 3,921 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અત્યાર સુધીમાં આ જીવલેણ રોગચાળાને કારણે દેશમાં મૃત્યુઆંક વધીને 3,77,031 પર પહોંચી ગયો છે. આ સાથે હાલમાં મૃત્યુ દર વધીને 1.28 ટકા થઈ ગયો છે.

majboor str 16 દેશમાં બીજી લહેર શાંત, છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60,471 નવા કેસ