Not Set/ સરકારની સલાહ માસ્ક ઘરમાં પણ પહેરવું હિતાવહ

ઘરમાં પણ માસ્ક પહેરું અનિવાર્ય છે

India
11 5 સરકારની સલાહ માસ્ક ઘરમાં પણ પહેરવું હિતાવહ

ભારતમાં કોરોના સંક્રમણના કેસો પ્રતિદિન વધી રહ્યા છે.દેશની હાલત કોરોનાના લીધે અતિ ભયંકર છે.કોરોનાની બીજી લહેર જોખમકાર છે. સંક્રમણ ઝડપથી વધી રહ્યો છે,બીજા તબ્બાકમાં કોરોનાથી વધુ લોકો  મરી રહ્યા છે. આ સંક્રમણથી બચવા માટે સરકારે જણાવ્યું હતું કે લોકોએ ઘરમાં પણ માસ્ક પહેરવું જોઇએ.મહેમાનો ને પણ ઘરે ના બોલાવવા જોઇએ.

નીતિ આયોગના સભ્ય ડૉ.વી.કે.પોલે જણાવ્યું હતું કે જાે ઘરમાં કોઇ કોરોના સંક્રમિત હોય તો તેણે માસ્ક પહેરવું અનિવાર્ય છે.જેનાથી અન્ય લોકો સંક્રમિત ના થાય.તેમણે વધુમાં કહ્યું હતું કે જે રીતે દેશમાં સંક્રમણ ફેલી રહ્યો છે તે જોતા  હવે ઘરમાં પણ માસ્ક પહેરવું હિતાવહ છે.સાાન્ય રીતે આપણે ઘરની બહાર માસ્ક પહેરીએ છીએ પરતું સંક્રમણ ખુબ વધી ગયો છે અને ઘાતક નિવડી રહ્યો છે તેનાથી બચવા માટે ઘરમાં પણ માસ્ક પહેરવું જોઇએ. પોલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં જરીરિયાત લોકો માટે રાખવાં જોઇએ.