અવસાન/ IPLના આ સ્ટાર ખેલાડીની બહેનનું નિધન,ટુર્નામેન્ટ છોડી ઘરે પહોચ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને તેમના એક ખેલાડી માટે ખરાબ સમાચાર આવ્યા છે. 

Top Stories Sports
18 1 IPLના આ સ્ટાર ખેલાડીની બહેનનું નિધન,ટુર્નામેન્ટ છોડી ઘરે પહોચ્યા

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને તેમના એક ખેલાડી માટે ખરાબ સમાચાર આવ્યા છે.  RCBના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બહેનનું નિધન થયું છે. આ સમાચાર બાદ હર્ષલ પટેલ બાયો-બબલમાંથી બહાર નીકળી ગયા છે

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર હર્ષલ પટેલે ટીમને અધવચ્ચે છોડી દીધી છે અને તે ઘરે પરત ફર્યા છે. તે થોડા દિવસો માટે તે મેચમાંથી બહાર રહેશે,તે ફરીથી ટીમ સાથે જોડાશે. ઉલ્લેખનીય છે  કે હર્ષલની બહેનનું શનિવારે જ અવસાન થયું હતું. તેમની તબિયત થોડા દિવસોથી સારી ન હતી.

RCB ટીમે તેની છેલ્લી મેચ શનિવારે જ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમી હતી. જેમાં વિરાટ કોહલીની RCB ટીમે 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચ પછી હર્ષલ પટેલને પણ સમાચાર મળ્યા કે તેમના પરિવારના એક સભ્યનું નિધન થયું છે. આ પછી તે સીધો ઘરે ગયા. મુંબઈ સામેની મેચમાં હર્ષલ પટેલે 4 ઓવરમાં 23 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી.

જ્યારે હર્ષલ પટેલ પરત ફરશે ત્યારે તેને ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે. આ દરમિયાન તેના કેટલાક કોરોના ટેસ્ટ પણ કરવામાં આવશે. ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી જ તેમને બાયો-બબલમાં ફરીથી એન્ટ્રી મળશે.