વડોદરા/ જમાઈએ રૂપિયા નહીં આપતા માતા-પિતાએ દીકરી સાથે કર્યું એવું કે…

પાદરા નજીકના ગામમાં રહેતી રાજસ્થાની પરિવારની દીકરીના લગ્ન થયા બાદ બંને વખત પુત્રીનો જન્મ થયો હતો. જેથી સાસરીયા નારાજ રહેતા હતા.

Gujarat Vadodara
દીકરી

વડોદરા નજીકના ગામમાં દીકરીના બીજા લગ્ન બાદ જમાઈએ પૈસા ન આપતાં માતા-પિતાએ દીકરીને ખાટલા સાથે બાંધી દીધી હોવાની ઘટના સામે આવી છે. પાદરા નજીકના ગામમાં રહેતી રાજસ્થાની પરિવારની દીકરીના લગ્ન થયા બાદ બંને વખત પુત્રીનો જન્મ થયો હતો. જેથી સાસરીયા નારાજ રહેતા હતા. પરણીતા પર અત્યાચાર ગુજરાતા આખરે તેના છૂટાછેડા થયા હતા. પિયરમાં રહેતી પરણિતાને થોડા સમય બાદ બીજા એક પરિવાર નું માંગુ આવ્યું હતું. પરંતુ દીકરી ના બીજા લગ્ન માટે માતા-પિતાએ યુવક પાસે રૂ 20 હજારની માગણી કરી હતી. યુવક લગ્ન કરવા તૈયાર હતો અને તેણે આ રકમ થોડા સમયમાં આપી દેવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો :G.F.L.ની દુર્ઘટનાની તપાસ માનવ હત્યાની કાયદાની નજરોથી કરવામાં આવે એવી આક્રોશસભર માંગ..!!

આ અંગે મળતી માહિતી અનુસાર, થોડા વર્ષો અગાઉ વડોદરાના પાદરા વિસ્તારમાં રહેતા એક રાજસ્થાની પરિવારની દીકરીના લગ્ન રાજસ્થાનમાં કરાયા હતા. પરિવારે રીતરિવાજ મુજબ દીકરીના લગ્ન કરાવ્યા હતા. આ લગ્નજીવનમાં મહિલાને બે દીકરીનો જન્મ થયો હતો. પરંતુ તેના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. આ બાદ મહિલા પિતાના ઘરે રહેવા આવી હતી. જોકે, માતાપિતાએ તેના બીજા લગ્ન કરાવ્યા હતા. બીજા લગ્ન સમયે દીકરીના સાસરી પાસેથી 20 હજાર રૂપિયા દાવાની રકમ આપવાનો વાયદો કરાયો હતો. આ રકમ માટે દીકરીના પતિએ થોડી મુદત માંગી હતી. પરંતુ જમાઈ તે રકમ આપી શક્યો ન હતો. જેથી પિતાએ દીકરીને પોતાના ઘરમાં પૂરી રાખી હતી.

તેમણે જમાઈને કહ્યું કે, જો તે દાવાની રકમ પર આપશે તો જ તેઓ દીકરીને પરત મોકલશે. આ વાત જાણીને મહિલાએ પતિ સાથે રહેવા જવાની જીદ પકડી હતી અને પોતાનો સામાન બાંધવાની તૈયારી કરી હતી. જેથી સાસરીવાળાઓએ જમાઈને મારવા લીધો હતો, જેથી તે ત્યાંથી ભાગી ગયો હતો. તો બીજી તરફ, પિતાએ દીકરીને ખાટલા સાથે બાંધી દીધી હતી. તેમણે દીકરીને સાસરી જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

આ પણ વાંચો :413 ગ્રામપંચાયતોમાં જોવા મળશે ખરાખરીનો જંગ, વહીવટી તંત્ર એલર્ટ

દરમિયાન મહિલાનો પતિ તેની પત્નીને લેવા માટે સાસરીમાં પહોંચ્યા હતો અને સાથે રહેવા તેના સસરા પાસે માગ કરી હતી. પરંતુ, તેમના સસરાએ દીકરીને સાસરીમાં મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજી બાજુ મહિલાએ પોતે તેના પતિ સાથે રહેવા જવાની તૈયારી કરતા તેણા પરિવારે તેને દોરીથી ખાટલા સાથે બાંધી હતી. આ દરમિયાન મહિલાના પતિએ પોતાની પત્નીને છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, સાસરીવાળાએ જમાઈને મારવા લેતા તે ત્યાંથી ભાગી છુટ્યો હતો.

પતિએ પોતાની પત્નીને તેના માતા-પિતાની ચુંગાલમાથી છોડાવવા 181 મહિલા હેલ્પલાઈન (અભયમ) પાદરાનો સંપર્ક સાંધ્યો હતો. આ સમગ્ર મામલાની જાણ થતાં અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને મહિલાને તેના માતા-પિતાની ચુંગાલમાથી છોડાવી હતી. જ્યારે આગામી સમયમાં પતિ પત્નીને રક્ષણ મળી રહે તે માટે વડુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. વડુ પોલીસે આ બનાવ અંગે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો :2 શાળાના છાત્રોએ ફેન્સિંગ સ્પર્ધામાં 9 મેડલ જીતી ઈતિહાસ રચ્યો

આ પણ વાંચો :ભરૂચ જિલ્લાના 175 અતિસંવેદનશીલ અને 259 સંવેદનશીલ પોલિંગ બુથ પર રહેશે વધારે સિક્યોરિટી

આ પણ વાંચો :થાનમાં ઉંટવી ગામની દિકરીઓ ધો.8 પછી અભ્યાસ કરી શકતી નથી….