Cricket/ લોર્ડ્સનાં મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા રાહુલ પર દર્શકોએ ફેંક્યા શેમ્પેઈનનાં ઢાંકણ અને પછી…

છેલ્લા કેટલાક વર્ષોમાં, ક્રિકેટનાં સ્ટેડિયમમાં મેચ જોનારા દર્શકોનાં વર્તનને કારણે ક્રિકેટની રમત શરમજનક સ્થિતિમાં આવી ગઈ છે. જેમાં ઘણીવાર ખેલાડીઓ પર વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી હતી.

Sports
1 112 લોર્ડ્સનાં મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા રાહુલ પર દર્શકોએ ફેંક્યા શેમ્પેઈનનાં ઢાંકણ અને પછી...

છેલ્લા કેટલાક વર્ષોમાં, ક્રિકેટનાં સ્ટેડિયમમાં મેચ જોનારા દર્શકોનાં વર્તનને કારણે ક્રિકેટની રમત શરમજનક સ્થિતિમાં આવી ગઈ છે. જેમાં ઘણીવાર ખેલાડીઓ પર વંશીય ટિપ્પણીઓ કરવામાં આવી હતી, જ્યારે ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ચાહકોએ ફરિયાદ કરી હતી, તેમને વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે લોર્ડ્સનાં મેદાન પર રમાઈ રહેલી શ્રેણીની બીજી મેચનાં ત્રીજા દિવસે, રમતનાં પ્રથમ સત્ર દરમિયાન કેટલાક અંગ્રેજી ચાહકોએ બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા લોકેશ રાહુલ પર શેમ્પેઈનનાં ઢાંકણ વડે હુમલો કર્યો હતો.

12 1 લોર્ડ્સનાં મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા રાહુલ પર દર્શકોએ ફેંક્યા શેમ્પેઈનનાં ઢાંકણ અને પછી...

આ પણ વાંચો – Cricket / ભારતને U19 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર આ ક્રિકેટરે લીધો સંન્યાસ,ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળવાથી નિરાશ

આપને જણાવી દઇએ કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લિશ પ્રેક્ષકો તરફથી દુર્વ્યવહાર અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી, મુલાકાતી ખેલાડીઓ પ્રત્યે યજમાન દર્શકોનું વલણ સતત અનિર્ણાયક રહ્યું છે. જ્યારે કેટલાક ખેલાડીઓએ વંશીય ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં પ્રેક્ષકો તરફથી ખેલાડીઓ પર દુર્વ્યવહાર પણ કરવામાં આવ્યો હતો. ત્રીજા દિવસનાં પ્રથમ સત્ર દરમિયાન રાહુલ પર આ પ્રકારનો હુમલો થયા બાદ પણ રાહુલ બિલકુલ ખુશ દેખાયો ન હતો. કેટલાક ઢાંકણા સ્પષ્ટ રીતે બાઉન્ડ્રી લાઇન પર પડેલા જોઇ શકાય છે, જે બાદમાં રાહુલે પોતે દૂર કર્યા હતા. મેચ દરમિયાન કોમેન્ટ કરતા નિષ્ણાતોએ આ ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. લોર્ડ્સનાં મેદાનમાં ચાહકો દ્વારા કરવામાં આવતુ આ અત્યાર સુધીનું ખૂબ જ ખરાબ વર્તન છે. કોરોના પછી આ પ્રથમ ટેસ્ટ મેચ છે જ્યાં ચાહકો સંપૂર્ણ ક્ષમતા સાથે લોર્ડ્સ ખાતે મેચ જોવા આવ્યા છે.
12 લોર્ડ્સનાં મેદાન પર ફિલ્ડિંગ કરી રહેલા રાહુલ પર દર્શકોએ ફેંક્યા શેમ્પેઈનનાં ઢાંકણ અને પછી...

આ પણ વાંચો – Cricket / લોર્ડ્સ ટેસ્ટમાં ઈંગ્લિશ Fan ભારતીય ટીમની જર્સી પહેરીને મેદાનમાં આવીને કરવા લાગ્યો ફિલ્ડિંગ

અહેવાલો અનુસાર, ભારતીય ટીમે આ ઘટના અંગે ઓન-ફિલ્ડ અમ્પાયરને પણ ફરિયાદ કરી છે. બીજી બાજુ, લોકેશ રાહુલની વાત કરીએ તો તેણે આ ટેસ્ટ મેચમાં 129 રનની ઈનિંગ રમી ટીમની પ્રથમ ઈનિંગમાં શાનદાર બેટિંગ કરી હતી. રાહુલે પોતાની ઇનિંગ્સ દરમિયાન ઘણી ધીરજ બતાવીને કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી હતી. લોકેશ રાહુલ ઉપરાંત રોહિત શર્માએ પણ આ મેચમાં 83 રનની ઈનિંગ રમી હતી, જેના કારણે ભારતીય ટીમ મેચમાં પોતાની પ્રથમ ઈનિંગમાં 364 રન બનાવી શકી હતી. ત્રીજા દિવસે, પ્રથમ સત્રની રમતનાં અંત સુધીમાં, ઈંગ્લેન્ડે પણ 3 વિકેટે 216 રન બનાવી પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.