Not Set/ મોદીને પીએમના રૂપમાં જોવા માંગે છે આઇએસઆઇ: પાકિસ્તાનની ગુપ્ત સેવા એજન્સીના પૂર્વ વડાનો દાવો

પાકિસ્તાની સિક્રેટ સર્વિસ એજેન્સી આઇએસઆઇના પૂર્વ ડી.જી અસદ દુર્રાની એ હાલમાં પૂર્વ રો ચીફ એ.એસ.દુલત સાથે મળીને એક પુસ્તક લખ્યું છે. ભારત-પાકિસ્તાનના સંબંધો પર લખાયેલાં આ પુસ્તક પર આપતી દેખાડતા પાકિસ્તાની સેના એ તેમને સેના સમક્ષ હાજર થવ અકહ્યું છે. પાકિસ્તાન આ પુસ્તક પર ભડકી ગયું છે. સ્પાઈ ક્રોનિકલ નામના આ પુસ્તકમાં કાશ્મીર સમસ્યા, કારગીલ […]

Top Stories India
The Spy Chronicles મોદીને પીએમના રૂપમાં જોવા માંગે છે આઇએસઆઇ: પાકિસ્તાનની ગુપ્ત સેવા એજન્સીના પૂર્વ વડાનો દાવો

પાકિસ્તાની સિક્રેટ સર્વિસ એજેન્સી આઇએસઆઇના પૂર્વ ડી.જી અસદ દુર્રાની એ હાલમાં પૂર્વ રો ચીફ એ.એસ.દુલત સાથે મળીને એક પુસ્તક લખ્યું છે. ભારત-પાકિસ્તાનના સંબંધો પર લખાયેલાં આ પુસ્તક પર આપતી દેખાડતા પાકિસ્તાની સેના એ તેમને સેના સમક્ષ હાજર થવ અકહ્યું છે. પાકિસ્તાન આ પુસ્તક પર ભડકી ગયું છે. સ્પાઈ ક્રોનિકલ નામના આ પુસ્તકમાં કાશ્મીર સમસ્યા, કારગીલ યુદ્ધ, ઓસામા બિન લાદેન, કુલભૂષણ જાધવ ની ધરપકડ, હાફીઝ સઈદ, બુર્હન વાણી સહીત ઘણાં મુદ્દાઓ પર વાત કરવામાં આવી છે.

આ પુસ્તકનું નામ ધ સ્પાઈ ક્રોનિકલ્સ રો, આઇએસઆઇ એન્ડ ધ ઇલ્યુઝન ઓફ પીસ છે જેને બે સ્પાઈમાસ્ટર્સ અને પત્રકાર
આદિત્ય સિન્હાએ લખી છે. પુસ્તકમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે આઇએસઆઇ નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવાથી ખુશ હતું. આ વાત વિસ્તાર થી સમજાવતા દુર્રાનીએ લખ્યું કે મોદીની કટ્ટરપંથી છબીના કારણે આઇએસઆઇ એવી આશા રાખીને બેઠું હતું કે મોદી કોઈ એવું પગલું ભારે જેનાથી ભારત ની સેક્યુલર છબીને નુકશાન થઇ અને પાકિસ્તાન એનો વૈશ્વિક સ્તર પર ફાયદો ઉઠાવી શકે.

દુર્રાનીએ પુસ્તકમાં લખ્યું છે કે એમણે ૧૯૯૮માં બીજેપી સરકાર બનતા પહેલા એક લેખ લખ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે ભારતમાં બીજેપીની સરકાર બનવા પર પાકિસ્તાને પરેશાન થવું ના જોઈએ. દુર્રાનીએ એવું પણ લખ્યું છે કે વાજપાયીએ એમને એ દેખાડ્યું કે મુસ્લિમ વિરોધી સરકાર પણ પાકિસ્તાન માટે ખરાબ નથી.

આ પુસ્તકમાં લખવામાં આવેલી ઘણી વાતો થી પાકિસ્તાન નારાજ છે. આ બાબતે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ
આસિફ ગફ્ફૂરે ટ્વીટર પર લખ્યું કે લેફ્ટનન્ટ જનરલ અસદ દુર્રાની(રિટાયર્ડ) ને ૨૮ મે ૨૦૧૮ પાકિસ્તાની સેના હેડકવાટર્ર માં
બોલાવવામાં આવ્યા છે. તેમને સ્પાઈ ક્રોનિકલ્સ પુસ્તકમાં એમના રોલ વિશે પૂછવામાં આવશે. એમના યોગદાન ને મીલીટરી કોડ
ઓફ કંડકટનું ઉલ્લંઘન ગણવામાં આવી રહ્યું છે. આ કોડ કાર્યરત રહેવાનીની સાથે સાથે રીટાયર થઇ ચુકેલા લોકો પર પણ લાગુ પડે છે.