ગુજરાત/ રાજયમાં બે દિવસથી ઠંડીનો ચમકારો, આગામી ત્રણ દિવસમાં હાડ થીજવતી ઠંડી પડશે

હવામાન વિભાગ અનુસાર રાતથી સવારના ભાગ સુધી અનુભવાતી આ ઠંડી બે દિવસ સુધી રહેશે અને બાદ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈને પછી રાત્રે ફરી ધીરે ધીરે ઘટાડો થશે આમ દિવાળી ટાણે એકંદરે ગુલાબી ઠંડી રહેશે

Gujarat
Untitled 557 રાજયમાં બે દિવસથી ઠંડીનો ચમકારો, આગામી ત્રણ દિવસમાં હાડ થીજવતી ઠંડી પડશે

ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાની શરૂઆત થતાં જ ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે. તો હજુ આગામી સમયમાં ઠંડીનો ચમકારો વધવાના સંકેતો મળી રહ્યાં છે. રાજ્યના કેટલાક શહેરોમાં તો સવારે લોકો ઠૂંઠવાઈ જાય તેવી ઠંડી પડી. ગાંધીનગર અને નલિયામાં લધુત્તમ 17 ડિગ્રી તાપમાન જ્યારે મહત્તમ 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીના ચમકારામાં હજુ વધારો થઇ શકે છે. અમદાવાદમાં આગામી 3 દિવસ સરેરાશ મહત્તમ તાપમાન 34 અને સરેરાશ લઘુતમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાનું હવામાન વિભાગે અનુમાન કર્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડશે.

આ પણ વાંચો ;રોડ અકસ્માત / ભુજના ધાણેટી પાસે ટ્રક અને ડમ્પર અથડાતા લાગી આગ, બે ડ્રાઈવર જીવતા ભૂંજાયા

પવનો બદલાઈને ઉત્તર-પૂર્વ અને પૂર્વના થવા સાથે ગુજરાતમાં આ સીઝનમાં સૌ પ્રથમવાર હવામાન વિભાગના 24 કેન્દ્રોમાંથી 12 કેન્દ્રોમાં તાપમાનનો પારો 20 સે.ની નીચે ઉતર્યો હતો અને સવારે ફૂલગુલાબી ઠંડીનો પ્રથમ અહેસાસ થયો હતો. જો કે બપોર સુધીમાં તાપમાનનો પારો સડસડાટ ઉપર ચડીને 33થી 35 સે.સુધી પહોંચી ગયો હતો અને દિવસ દરમિયાન મિશ્ર હવામાન રહ્યું હતું.

આ પણ વાંચો ;ગજબ ફેશન / ફેશન ડિઝાઈનર પત્નીએ ઘરમાં પડેલા ખરાબ માસ્કમાંથી બનાવ્યું સ્ટાઈલિશ આઉટફિટ, હર્ષ ગોયનકાએ આ રીતે કર્યા વખાણ

હવામાન વિભાગ અનુસાર રાતથી સવારના ભાગ સુધી અનુભવાતી આ ઠંડી બે દિવસ સુધી રહેશે અને બાદ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થઈને પછી રાત્રે ફરી ધીરે ધીરે ઘટાડો થશે આમ દિવાળી ટાણે એકંદરે ગુલાબી ઠંડી રહેશે. રાજકોટ અને અમદાવાદમાં એક તરફ જ્યાં સવારે 18 ડિગ્રી તાપમાન હતું તે બપોરે વધીને અનુક્રમે 35 અને 34 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તેવી જ રીતે ભૂજમાં સવારે નોંધાયેલું 21 ડિગ્રી લઘુતમ તાપમાન બપોરે 36.4 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. આમ, મિશ્ર ઋતુના પગલે વાયરલ શરદી તાવના કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે.